Ahmedabad/ વસ્ત્રાલમાંથી વિદેશી નાગરિકોને ઠગતુ કોલ સેન્ટર ઝડપાયુ, યુવક લોન અપાવાના નામે કરતો છેતરપીંડી

રામોલ પોલીસે રેડ કરતા ઘરમાં યુવક પલંગ ઉપર બેસીને લેપટોપ તેમજ મોબાઇલમાં અંગ્રેજી ભાષામાં વાતચીત કરતાં જણાતા તેની પૂછપરછ કરતાં તેનું નામ હિરેન પંકજભાઈ સુથાર હોવાનું સામે આવ્યું હતુ.

Ahmedabad Gujarat
a 232 વસ્ત્રાલમાંથી વિદેશી નાગરિકોને ઠગતુ કોલ સેન્ટર ઝડપાયુ, યુવક લોન અપાવાના નામે કરતો છેતરપીંડી

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

અમદાવાદમાં વિદેશી નાગરિકોને ઠગતુ વધુ એક કોલ સેન્ટર ઝડપાયુ છે.રામોલ પોલીસ ચૂંટણી અનુસંધાને પેટ્રોલિંગમાં હતી, તે સમયે તેઓને બાતમી મળી હતી કે વસ્ત્રાલમાં માધવ હોમ્સમાં એક મકાનમાં યુવક કોલ સેન્ટર ચલાવી વિદેશી નાગરિકો સાથે છેતરપીંડી આચરે છે.જેથી રામોલ પોલીસે બાતમીનાં આધારે માધવ હોમ્સમાં રેડ કરતા એક યુવક ઘરમાં જ કોલ સેન્ટર ચલાવતા ઝડપાઈ ગયો હતો.

રામોલ પોલીસે રેડ કરતા ઘરમાં યુવક પલંગ ઉપર બેસીને લેપટોપ તેમજ મોબાઇલમાં અંગ્રેજી ભાષામાં વાતચીત કરતાં જણાતા તેની પૂછપરછ કરતાં તેનું નામ હિરેન પંકજભાઈ સુથાર હોવાનું સામે આવ્યું હતુ. તેમ જ કોલ સેન્ટર બાબતે પૂછપરછ તેણે જણાવ્યું હતું કે પોતે વિદેશમાં રહેતા નાગરિકોના ઓનલાઈન ડેટા એટલે કે લીડ મેળવી પોતાના મોબાઈલ ફોનમાં મેજિક જેક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી પોતે પોતાનું નામ ક્રિસ હોવાનું કહી કસ્ટમરને કોલ કરી કરતો હતો.યુવક પોતે કેશનેટ યુ.એસ કંપનીમાંથી બોલે છે તેવુ કહીને ઓછા વ્યાજે પર્સનલ લોન માટે તૈયાર કરતો હતો.ગ્રાહકો પાસેથી લોનનાં શિપિંગ ચાર્જ પેટે 25 થી 30 ડોલર ચૂકવવાનું જણાવી તેઓને ગુગલ પે અને એપલ કંપનીના સ્ટોરમાં જઈ ગિફ્ટ કાર્ડ ખરીદી કરાવી વિદેશી નાગરિકોનો વિશ્વાસ કેળવી ગિફ્ટ કાર્ડનો કોડ પ્રોસેસિંગમાં મોકલતો હતો.

આ પણ વાંચો : રિક્ષાની રાહ જોતી યુવતીનો હાથ પકડી યુવકે કરી છેડતી, ફતેવાડી કાદરી પાર્ટી પ્લોટ પાસેની ઘટના

યુવક નાગરિકોને વિશ્વાસમાં લેવા પોતાનાં લેપટોપમાં બીજી બેંકનો ચેક તૈયાર કરી મેજીક દ્વારા ચેકનો ફોટો ગ્રાહકોને મોકલી પ્રોસેસિંગ દ્વારા વિદેશી નાગરીકોના ગિફ્ટ કાર્ડમાંથી 25 થી 30 ડોલર પડાવી લેતો હતો.

આ પણ વાંચો :કરિયાણાની દુકાન ચલાવનારે આવી રીતે કરી નાખ્યું કેનારા બેંક સાથે કરોડોનું કૌભાંડ

રામોલ પોલીસે યુવકની ધરપકડ કરી તેની પાસેથી લેપટોપ, 2 મોબાઈલ ફોન, 2300 રૂપિયા રોકડા સહિત કુલ 32,300 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તેમજ યુવક સામે છેતરપિંડી અને આઈટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી તે આ કોલિંગનો ડેટા ક્યાંથી લાવ્યો અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે આ રીતે છેતરપિંડી કરીને પૈસા પડાવ્યા તે તમામ દિશામાં રામોલ પોલીસે તપાસ હાથ ધરી છે.