Video/ રાજકોટની આ કોલેજના ક્લાસરૂમમાં જ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીનું આલિંગન કરતો વીડિયો વાયરલ

રાજકોટની મોરબી રોડ પર આવેલી એક ખાનગી કોલેજનો છે. જ્યાં ક્લાસરૂમમાં ચાલુ ક્લાસમાં એક વિદ્યાર્થિની અને એક યુવક વચ્ચે આલિંગન થયુ હતું.

Rajkot Gujarat
આલિંગન

રાજકોટની મારવાડી કોલેજમાં એક અજીબો ગરીબ ઘટના બની હોવાનું સામે આવ્યો છે. જેનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. શહેરની મારવાડી યુનિવર્સિટી અન કોલેજના ક્લાસરૂમમાં વિદ્યાર્થી વિદ્યાર્થીની વચ્ચે થઈ રહેલા આલિંગનનો છે. જેનાથી ચકચાર મચી ગઈ છે. તો બીજી તરફ, રાજકોટમાં એક યુવકે હવામાં ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એક યુવતી એક યુવકને આશ્વાસન આપી રહી છે. યુવક કોઈ બાબતથી રિસાયો હશે કે પછી તેને કોઈ પ્રકારનું દુઃખ લાગ્યું હશે જેના કારણે તેને મનાવવા માટે યુવતી તેને અલિંગન આપી રહી છે.

આ મામલે મળતી માહિતી અનુસાર,વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવતી અને યુવક વિદ્યાના સંકુલમાં પર્સનલ લાઈફ માણી રહ્યા છે. જેનો વિડીયો તેના ઉપરના ફ્લોર ઉપરથી કોઈએ બનાવી લીધો હતો. જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટી  સીસીટીવી કેમેરાથી સજ્જ છે.ત્યારે શા માટે આ પ્રકારની ગંભીર બેદરકારી તેમજ ભૂલો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે. અને શા કારણે યુનિવર્સીટી મેનેજમેન્ટ નો ભય વિદ્યાર્થીઓમાં નથી. આ મામલે અત્યાર સુધી યુનિવર્સિટી મેનેજમેન્ટ દ્વારા કોઈ સત્તાવાર રીતે નિવેદન પણ સામે નથી આવ્યું. સૂત્ર ની માન્યે તો આ વિડીયો 3rd સેમ ICD ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીની નો છે આ બંને વિદ્યાર્થીઓ સેકન્ડ સેમમાં હતા ત્યારે તેઓ નો આ વિડીયો કોઈ અજાણ્યા દ્વારા ઉતારવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પૂર્વે જ મારવાડી યુનિવર્સિટીના બિઝનેસ મેનેજમેન્ટ વિભાગમાં બે યુવતીઓ વચ્ચે મારામારી થયાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મારકૂટ કરનાર વિદ્યાર્થિનીએ સામેની યુવતીને જે ગાળો ભાંડી હતી તે કોઇ ટપોરીના મુખમાંથી પણ ન નીકળે તેવી હતી, વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે સાંભળી શકાતું હતું કે, જીવતી કઈ રીતે અન્ય યુવતી જે ખુરશી પર બેઠી છે તેને લાત મારવામાં આવી રહી છે. તો સાથે જ અપ શબ્દોનો મારો પણ ચલાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો:ઈન્ટરનેટને મળ્યું ઐશ્વર્યા રાયનું નવું વર્ઝન, શું ફિલ્મોમાં મળશે બ્રેક..?

આ પણ વાંચો:બોયકોટ ટ્રેન્ડ પર ભડક્યો કરણ જોહર, કહ્યું- ‘ટ્રોલ્સની નેગેટિવ વાતો પર ધ્યાન આપશો તો…’

આ પણ વાંચો:પંજાબી ગાયક નિરવૈર સિંહનું મેલબોર્નમાં કાર અકસ્માતમાં મોત