Loksabha Election 2024/ ‘કોંગ્રેસે મારો ફેક વીડિયો બનાવ્યો, ધર્મના નામે લાદેલી અનામત હટાવીશું’: અમિત શાહ

અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે તેમનામાં હતાશા અને નિરાશા એટલી હદ સુધી પહોંચી ગઈ છે કે તેમણે મારૂં અને અમુક ભાજપના નેતાઓના ફેક વીડિયો બનાવી……..

Top Stories India Breaking News
Image 69 1 ‘કોંગ્રેસે મારો ફેક વીડિયો બનાવ્યો, ધર્મના નામે લાદેલી અનામત હટાવીશું’: અમિત શાહ

Assam News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુવાહાટીમાં પ્રેસ કોન્ફ્રરન્સ કરતા કહ્યું કે, અમે પૂર્ણ બહુમતનો પ્રયોગ 370ને દૂર કરવા કર્યો. કોરોના વિરૂદ્ધ લડવા માટે કર્યો. અંગ્રેજોના ત્રણ કાયદા બદલ્યા અને ત્રિપલ તલાકને હટાવ્યો. એટલું જ નહિં રામ મંદિર પણ બંધાવ્યું.

શાહે કહ્યું કે કોંગ્રેસ જુઠ્ઠાણા ફેલાવીને લોકોમાં ભ્રમ ફેલાવવા માંગે છે. ભાજપ SC, ST અને OBC માટે અનામતની સમર્થક છે અને તેના રક્ષણ માટે હંમેશા મહત્વની ભૂમિકા ભજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વાત ઘણી વખત કહી છે. જો કોઈ પાર્ટીએ SC, ST અને OBCની અનામતને લઈને ડેટા નાખ્યો હોય તો તે કોંગ્રેસ પાર્ટી છે.

તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસે સૌપ્રથમ સંયુક્ત આંધ્ર પ્રદેશમાં મુસ્લિમોને અનામત આપી, જેના કારણે OBCની અનામત કપાઈ. ત્યારપછી કર્ણાટકમાં કોઈ સર્વે કર્યા વિના જ તમામ મુસ્લિમો માટે ચાર ટકા ક્વોટા અનામત આપી દેવાયા.

ધર્મના નામે અનામત બંધારણીય નથી, ગેરબંધારણીય છે. જ્યારે પણ અમને આ રાજ્યોમાં સત્તા મળશે ત્યારે અમે ધર્મના આધારે લાદવામાં આવેલી અનામતને હટાવી SC, ST અને OBC ના આધારે ન્યાય અપાવવાનું કામ કરીશું.

અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે તેમનામાં હતાશા અને નિરાશા એટલી હદ સુધી પહોંચી ગઈ છે કે તેમણે મારૂં અને અમુક ભાજપના નેતાઓના ફેક વીડિયો બનાવી જાહેરમાં ફોરવર્ડ કર્યું હતું. સદનસીબથી હું જે બોલ્યો હતો, એનો રેકોર્ડ હતો એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું. રાજનીતિનું સ્તર બહુ નીચે લઈ જવાનું કામ કરી રહ્યા છે. આની ચરમસીમા એ છે કે લોકસભામાં ચર્ચા ન થવા દેવી, રાજ્યસભામાં તેનો બહિષ્કાર કરવો, ઘોંઘાટ કરવો અને જૂઠું બોલીને લોકોમાં ગેરસમજ ફેલાવવી, તેમના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી આ કરી રહી છે.

તેમણે વધુમાં કહ્યું કે, ‘હું માનું છું કે હવે નકલી વીડિયો ફેલાવીને ખોટું જનસમર્થન મેળવવાનો પ્રયાસ કરવો એ નિંદનીય છે અને ભારતીય રાજનીતિમાં કોઈપણ મોટા પક્ષ દ્વારા આવું ક્યારેય કરવામાં આવ્યું નથી.’


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અબુઝમાડના જંગલમાં ભારતીય સૈનિકો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 4 નક્સલી ઠાર

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટે ભાજપના નેતાની જનહિતની અરજી પર બાદમાં થશે સુનાવણી

આ પણ વાંચો:72 ટકા ભારતીયો જે મસાલા ખાય છે તેનાથી ચિંતિત છે

આ પણ વાંચો:ઉત્તરાખંડ સરકારે પતંજલિની 14 વસ્તુઓના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો