સુરત/ હોમ આઇસોલેટ દર્દીઓને આ સંસ્થા વિનામૂલ્યે ઘેર બેઠા ઓક્સિજન પૂરું પાડશે

શ્રી રંગીલા શ્યામ સેવા સમિતી અને ગૌ પુત્ર મિત્ર મંડળ દ્વારા સંચાલિત નમો ઓક્સિજન સેવા સેન્ટરની ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ   સી આર પાટીલ જી એ મુલાકાત લીધી.

Gujarat Surat Trending
sidhdhpur 3 હોમ આઇસોલેટ દર્દીઓને આ સંસ્થા વિનામૂલ્યે ઘેર બેઠા ઓક્સિજન પૂરું પાડશે

સુરતમાં “નમો ” ઓક્સિજન સેવા સેન્ટર ની શરૂઆત

શ્રી રંગીલા શ્યામ સેવા સમિતી અને ગૌ પુત્ર મિત્ર મંડળ દ્વારા સંચાલિત નમો ઓક્સિજન સેવા સેન્ટરની ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ   સી આર પાટીલ જી એ મુલાકાત લીધી. આ સેન્ટર દ્વારા ઘરે આઇસોલેટ થયેલા દર્દીઓને વિના મૂલ્યે ઓક્સિજન સેવા પૂરી પાડવામાં આવે છે. કોરોનાની આ મહામારી દરમિયાન સેવાનાં આવા ઉમદા કાર્ય બદલ સર્વને અભિનંદન સહ આભાર માન્યો હતો.

સુરત શહેરમાં પણ ઘરે ઓક્સિજનની જરૂરિયાત હોય એમણે 93139-95971, 98251-40029, 93277-55463 પર સંપર્ક કરવો.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે દવા,ઇન્જેક્શન બાદ ઓક્સિજનની ભારે તંગીના અહેવાલ સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાઈરસનો ભરડો સતત વધી રહ્યો છે. રાજ્યમાં અમદાવાદ બાદ સુરતની હાલત અત્યંત કફોડી છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 24 કલાકમાં 8920 નવા કોરોના ના કેસ સામે આવ્યા હતા. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 384688 પર પહોચ્યો છે. તો ગત રોજ રાજ્યમાં 94 લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 49737 છે.