Not Set/ 35 સ્કૂલના વિદ્યાર્થીઓની સ્કૂલબેગનું વજન 2 કિલોથી વધારે નીકળ્યું

અમદાવાદ, રાજયમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું વજન ઘટાડવા સરકારે શાળા સંચાલકોને ગાઇડ લાઈન આપી છે.જો કે સ્કૂલ બેગનું વજન ઘટાડવા હજુ સુધી અનેક શાળાઓની બેદરકારી સામે આવી છે.અમદાવાદના  ડીસ્ટ્રીક એજયુકેશન ઓફીસરે ૩પથી વધુ શાળામાં જઈ વિધાથીઓની સ્કુલબેગનું વજન કર્યું હતું અને મોટાભાગના વિધાર્થીઓની સ્કુલબેગનું વજન ર કિલોથી વધુ હતું. સુત્રોના જણાવ્યા મુજબ મોટાભાગના વિધાર્થીઓની […]

Ahmedabad Gujarat
ggbb 35 સ્કૂલના વિદ્યાર્થીઓની સ્કૂલબેગનું વજન 2 કિલોથી વધારે નીકળ્યું

અમદાવાદ,

રાજયમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું વજન ઘટાડવા સરકારે શાળા સંચાલકોને ગાઇડ લાઈન આપી છે.જો કે સ્કૂલ બેગનું વજન ઘટાડવા હજુ સુધી અનેક શાળાઓની બેદરકારી સામે આવી છે.અમદાવાદના  ડીસ્ટ્રીક એજયુકેશન ઓફીસરે ૩પથી વધુ શાળામાં જઈ વિધાથીઓની સ્કુલબેગનું વજન કર્યું હતું અને મોટાભાગના વિધાર્થીઓની સ્કુલબેગનું વજન ર કિલોથી વધુ હતું.

સુત્રોના જણાવ્યા મુજબ મોટાભાગના વિધાર્થીઓની સ્કુલબેગ ગાઇડ લાઈનમાં નક્કી કર્યા થયા કરતા ભારે વજનની હતી. વિદ્યાર્થીઓ  ભારે વજનની સ્કૂલ બેગ લઈને આવતા ડીઈઓએ ૩પથી વધુ શાળાઓમાં આચાર્યા અને તથા વ્યવાસ્થાપકોને સુચન કર્યું છે કે શાળાનું ટાઈમટેબલ એવું બનાવો કે જેથી વિધાથીઓની સ્કુલબેગનો ભાર વેઠવો પડે નહી.

તાજેતરમાં રાજયના શિક્ષણ વિભાગ તરફથી દરેક જીલ્લા શિક્ષણ અધિકારી તથા જીલ્લા પ્રાથમીક શિક્ષણ અધિકારીઓને શાળામાં જઈ વિધાર્થીઓની સ્કુલબેગ જોવા તથા સરકારની ગાઈડલાઈન કરતાં વધારે વજનદાર હોય તો તેનો રિપોર્ટ કરવાની તાકીદ કરી છે

ઉપરાંત જીલ્લા શિક્ષણ અધિકારીને સપ્તાહમાં ઓછામાં ઓછી ૩ શાળાઓમાં સરપ્રાઈઝ ચેકીગ કરવા પણ જણાવાયું છે.રાજયના  શિક્ષણમંત્રી ભૂપેન્દ્રચુડાસમાએ જણાવ્યું હતું કે રાજયસરકારે દરેક જીલ્લા શિક્ષણ અધિકારીઓ તથા પ્રાથમીક શિક્ષણ અધિકારીઓને સુચના આપી છે કે તેઓએ શાળાની મુલાકાત લઈ સ્કુલબેગનું વજન કરી જે સ્કુલમાં અભ્યાસ કરતા બાળકોની સ્કુલબેગનું વજન વધારે લાગે છે.સ્કુલોની યાદી બનાવી તથા અહેવાલ મોકલવા જણાવ્યું છે. આવી શાળાઓને  પ્રથમ નોટીસ પાઠવવામાં આવશે, તેમ છતાં પણ સ્કુલબેગનું વજન ઓછું થાય તેવી વ્યવસ્થા નહી કરે અને બીજી વખત ઝડપાશે તો દંડ કરવામાં આવશે.