Not Set/ વડોદરા પોલીસતંત્ર દ્વારા અનોખો પ્રયોગ

સમગ્ર ગુજરાતમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. કોરોના કેસ માં સતત વધારો જોવા મળી રહ્યો છે॰ ત્યારે વડોદરા શહેરમાં બેકાબૂ બનેલા કોરોના કેસોને નિયંત્રણમાં લેવા માટે શહેર પોલીસ તંત્ર પણ  હરકતમાં આવ્યું છે. અત્યાર સુધીમાં માસ્ક પહેર્યા વગર નીકળતા લોકોને 1 હજાર રૂપિયાનો દંડ વસૂલ કરતી પોલીસ તંત્ર દ્વારા હવે એક મહત્વનો નિર્ણય કરાયો […]

Gujarat Vadodara
01 વડોદરા પોલીસતંત્ર દ્વારા અનોખો પ્રયોગ

સમગ્ર ગુજરાતમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. કોરોના કેસ માં સતત વધારો જોવા મળી રહ્યો છે॰ ત્યારે વડોદરા શહેરમાં બેકાબૂ બનેલા કોરોના કેસોને નિયંત્રણમાં લેવા માટે શહેર પોલીસ તંત્ર પણ  હરકતમાં આવ્યું છે. અત્યાર સુધીમાં માસ્ક પહેર્યા વગર નીકળતા લોકોને 1 હજાર રૂપિયાનો દંડ વસૂલ કરતી પોલીસ તંત્ર દ્વારા હવે એક મહત્વનો નિર્ણય કરાયો જેમાં હવે માસ્ક વગર નીકળનાર વ્યક્તિને માસ્ક આપશે. અને  જો તે બીજીવાર તે પકડાશે તો તેની સામે  કાર્યવાહી કરાશે.

વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા અખબારી યાદીમાં  જણાવાયું છે કે , પોલીસ તંત્ર દ્વારા માસ્ક વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. શહેર પોલીસ તંત્ર દ્વારા માસ્ક વગર નીકળનાર વ્યક્તિઓ પાસેથી આડેધડ રીતે 1 હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવતો હતો. પરિણામે પોલીસ સાથે ઘર્ષણ પણ થતું હતું, જોકે, હવે વડોદરા પોલીસ માસ્ક વગર નીકળનાર વ્યક્તિ પાસેથી દંડનીય રકમ વસૂલ કરવાને બદલે તેઓને માસ્ક આપીને કોરોના અંગે સમજ પૂરી પાડવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ