Not Set/ U-19 WC ફાઈનલમાં ભારતે મેળવી ઐતિહાસિક જીત, રેકોર્ડ ચોથીવાર બન્યું વર્લ્ડ ચેમ્પિયન

માઉન્ટ  મૌન્ગાનુઈ, ન્યુઝીલેન્ડમાં રમાઈ રહેલા અંદર-૧૯ વર્લ્ડકપની ફાઈનલમાં ભારતીય ટીમે વધુ એકવાર પરચમ લહેરાવતા વર્લ્ડ ચેમ્પિયનના ટાઈટલ પર કબ્જો કર્યો છે. અંદર-૧૯ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ૮ વિકેટે હરાવી ચોથીવાર આ ખિતાબ પોતાના નામે કર્યો છે. ભારતીય ટીમ તરફથી ઓપનર મનજોત કાલરાએ શાનદાર સદી ફટકારી ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી. કાલરાએ અણનમ ૧૦૧ જયારે […]

Top Stories
U-19 WC ફાઈનલમાં ભારતે મેળવી ઐતિહાસિક જીત, રેકોર્ડ ચોથીવાર બન્યું વર્લ્ડ ચેમ્પિયન

માઉન્ટ  મૌન્ગાનુઈ,

ન્યુઝીલેન્ડમાં રમાઈ રહેલા અંદર-૧૯ વર્લ્ડકપની ફાઈનલમાં ભારતીય ટીમે વધુ એકવાર પરચમ લહેરાવતા વર્લ્ડ ચેમ્પિયનના ટાઈટલ પર કબ્જો કર્યો છે. અંદર-૧૯ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ૮ વિકેટે હરાવી ચોથીવાર આ ખિતાબ પોતાના નામે કર્યો છે. ભારતીય ટીમ તરફથી ઓપનર મનજોત કાલરાએ શાનદાર સદી ફટકારી ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી. કાલરાએ અણનમ ૧૦૧ જયારે હર્વિક દેસાઈએ ૪૭ રન ફટકાર્યા હતા.

૨૧૭ રનના આશાન લક્ષ્યાંકનો પીછો કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે ૩૮.૫ ઓવરમાં માત્ર ૨ વિકેટના નુકશાને આ ટાર્ગેટને વટાવી લીધો હતો અને આશાન જીત મેળવી હતી. આ પહેલા ભારત તરફથી કેપ્ટન પૃથ્વી શો ૨૯ જયારે શુભમાન ગીલ ૩૧ રન બનાવીને ઓસ્ટ્રેલિયન બોલર પરમ ઉપ્પલનો શિકાર બન્યો હતો.

ભારતીય બોલરો ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો પર રહ્યા હાવી.

આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી પૂરી ઓસ્ટ્રેલિયન ટીમ ૪૭.૨ ઓવરમાં માત્ર ૨૧૬ રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. બેટિંગ કરવા મેદાને ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ પર ભારતીય બોલરો હાવી રહ્યા હતા અને પૂરી ટીમને ૨૧૬ રનમાં ઓલઆઉટ કરી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી જોનાથન મેરલોએ સૌથી વધુ ૭૬ રન ફટકાર્યા હતા જયારે ભારતીય ઝડપી બોલર ઇશાન પોરેલ, કમલેશ નાગરકોટી શિવા સિંહ અને અનુકૂલ રોયે અનુક્રમે ૨ -૨ વિકેટ ઝડપી હતી.

મહત્વનું છે કે, આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ અપરાજય રહી છે અને એક મેચમાં હારનો સામનો કર્યો ન હતો. ભારતીય ટીમે વર્લ્ડ કપમાં રમાયેલી ગ્રૂપે મેચમાં ઓસ્ટ્રેલિયા, પાપુઆ ન્યૂગિની, ઝિમ્બાબ્વેને હરાવ્યા હતા. જયારે ક્વાર્ટર ફાઈનલમાં બાંગ્લાદેશને અને સેમી ફાઈનલમાં કટ્ટર હરિફ પાકિસ્તાનને ૨૦૩ રનથી પરાજય આપ્યો હતો.

ભારતીય ટીમની વર્લ્ડ ચેમ્પિયન બનવાની સફર આ પ્રમાણે રહી છે.

૧. પ્રથમ લીગ મેચમાં ઓસ્ટ્રેલિયાને ૧૦૦ રનથી હરાવ્યું

૨. પાપુઆ ન્યુગીનીને ૧૦ વિકેટે હરાવ્યું.

૩. ઝિમ્બાબ્વેને ૧૦ વિકેટે હરાવ્યું.

૪. ક્વાટર ફાઈનલમાં બાંગ્લાદેશને ૧૩૧ રનથી હરાવ્યું.

૫. સેમીફાઈનલમાં મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને ૮ વિકેટે હરાવ્યું.

અંદર-૧૯ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ૮ વિકેટે હરાવી ચોથીવાર આ ખિતાબ પોતાના નામે કર્યો છે. આ પહેલા ૨૦૦૦, ૨૦૦૮, ૨૦૧૨માં ભારત વર્લ્ડકપ જીતી ચુક્યું છે.

કઈ ટીમ કેટલીવાર બની વર્લ્ડ ચેમ્પિયન

૧. ભારત ૪ વાર (( ૨૦૦૦, ૨૦૦૮, ૨૦૧૨, ૨૦૧૮ )

૨. ઓસ્ટ્રેલિયા ૩ વાર (૧૯૮૮, ૨૦૦૨, ૨૦૧૦ )

૩. પાકિસ્તાન ૨ વાર (૨૦૦૪, ૨૦૦૬ )

૪. ઈંગ્લેંડ ૧ વાર (૧૯૯૮ )

૫. દક્ષિણ આફ્રિકા (૨૦૧૪ )

૬. વેસ્ટ ઇન્ડીઝ ( ૨૦૧૬ )