Cold/ રાજ્યના વાતાવરણમાં આવ્યો પલ્ટો, ઠંડીનો શરૂ થશે વધુ એક રાઉન્ડ

રાજ્યના વાતાવરણમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. તેમા આવતીકાલથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે. રાજ્યમાં પવનની ગતિમાં પણ વધારો થવાના લીધે ઠંડીની તીવ્રતા વધશે. તેના પગલે તાપમાનનો પારો ગગડતા તાપમાનમાં સીધો બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 02 20T105507.747 રાજ્યના વાતાવરણમાં આવ્યો પલ્ટો, ઠંડીનો શરૂ થશે વધુ એક રાઉન્ડ

અમદાવાદઃ રાજ્યના વાતાવરણમાં ફરીથી ઠંડી(Cold) નો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. તેમા આવતીકાલથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે. રાજ્યમાં પવનની ગતિમાં પણ વધારો થવાના લીધે ઠંડીની તીવ્રતા વધશે. તેના પગલે તાપમાનનો પારો ગગડતા તાપમાનમાં સીધો બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. તેની સાથે-સાથે વાતાવરણ વાદળછાયુ રહેશે. 21થી 25 ફેબ્રુઆરી સુધી આ પ્રકારનું વાતાવરણ રહે તેમ માનવામાં આવે છે.

હવામાન ખાતાના અધિકારીએ જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાની અસરો પવનો દ્વારા ગુજરાત સુધી આવશે. આમ આગામી દિવસોમાં ગુજરાત પર ઉત્તરમાંથી ઠંડીવાળા પવનો આવશે. હાલમાં ગુજરાતમાં આવતા પવનની દિશા ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી છે. પણ ત્રણ દિવસ બાદ પવનની દિશા અને તાપમાનમાં પણ ઘટાડો થશે. તેના લીધે લઘુત્તમ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી ગગડશે.

આ ઠંડીની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાત અને કચ્છમાં વર્તાશે. સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે, પણ આ ઠંડી ઉત્તર ગુજરાત અને કચ્છ જેવી નહી હોય. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી, આના લીધે સૌથી વધુ રાહત અનુભવી હોય તો તે ખેડૂતોએ અનુભવી છે. છતાં પણ ઘટેલા તાપમાનથી તે ચિંતિત તો છે. ગુજરાતમાં આગામી ત્રણ-ચાર દિવસમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રી સુધી પણ નીચે ઉતરી જાય તો આશ્ચર્ય નહી લાગે. હાલમાં કાશ્મીરમાં ફરી એકવાર હિમવર્ષાના લીધે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. તેની અસર ગુજરાતમાં બાકીના ફેબ્રુઆરી મહિના દરમિયાન વર્તાઈ શકે છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ