કોરોના સંક્રમણ/ બિહારમાં એકવાર ફરી વધ્યું લોકડાઉન, CM નીતીશ કુમારે ટ્વીટ કરી આપી જાણકારી

બિહારમાં 16 થી 25 મે સુધી લાગુ કરાયેલા લોકડાઉનને વધુ 7 દિવસ માટે વધારવામાં આવ્યું છે. હવે લોકડાઉન 1 જૂન સુધી રહેશે. મુખ્યમંત્રી નીતીશ કુમારે સોમવારે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

Top Stories India
A 184 બિહારમાં એકવાર ફરી વધ્યું લોકડાઉન, CM નીતીશ કુમારે ટ્વીટ કરી આપી જાણકારી

બિહારમાં 16 થી 25 મે સુધી લાગુ કરાયેલા લોકડાઉનને વધુ 7 દિવસ માટે વધારવામાં આવ્યું છે. હવે લોકડાઉન 1 જૂન સુધી રહેશે. મુખ્યમંત્રી નીતીશ કુમારે સોમવારે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

મુખ્યમંત્રીએ પોતાની ટ્વીટમાં લખ્યું છે કે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને 5 મે 2021 થી ત્રણ અઠવાડિયા માટે લોકડાઉન લગાડવામાં આવ્યું હતું. આજે, સહયોગી મંત્રીઓ અને અધિકારીઓ સાથે પરિસ્થિતિની ફરી સમીક્ષા કરવામાં આવી. લોકડાઉનની સારી અસર થઈ છે અને કોરોના સંક્રમણ ઘટતુ દેખાઇ રહ્યુ છે. તેથી, 25 મેથી આગળ એક અઢવાડિયા માટે એટલે કે 1 જૂન, 2021 સુધી બિહારમાં લોકડાઉન ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રસી પર રાજકારણ / કેજરીવાલે કહ્યુ- મોડર્ના અને ફાઈઝરે અમને રસી આપવાની કરી દીધી છે ના, હવે કેન્દ્ર સરકાર…

રાજ્યમાં કોરોના સંક્રમણનાં વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને, કોરોનાની બીજી લહેરમાં, પ્રથમ 5 થી 15 મે દરમિયાન લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેનું વિસ્તરણ 16 થી 25 મે સુધી કરવામાં આવ્યું. 16 મેથી, વિસ્તૃત લોકડાઉન સાથે દુકાનોનાં શરૂઆતનાં કલાકોમાં ફેરફાર અને કેટલાક અન્ય પ્રતિબંધો પણ હતા. લોકડાઉન થયા બાદ રાજ્યમાં દરરોજ ચેપગ્રસ્ત કોરોનાની સંખ્યામાં ઘટાડો થયો છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે શનિવારે કહ્યું હતું કે, લોકડાઉનમાં બિહારીઓને સારો સહયોગ મળી રહ્યો છે. જનતા ગાઇડલાઇનનું પાલન કરી રહી છે. તેના પરિણામે, દર્દીઓની સંખ્યા હવે થોડા દિવસોમાં ઓછી થઈ રહી છે. મુખ્યમંત્રીએ બિહારની જનતાને અપીલ કરી અને કહ્યું કે આ પહેલા પણ હું તમને સંબોધન કર્યુ છે. બિહારમાં કોરોના વિશે માહિતી આપવામાં આવી છે. અત્યારે પણ વિશ્વનાં અને દેશનાં અન્ય લોકોની જેમ બિહારીઓ પણ કોરોના સાથે સંઘર્ષ કરી રહ્યા છે. બિહારમાં તપાસની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. મોબાઇલ આરટીપીઆરસી ચેક વાન ગામડાઓમાં રવાના કરાઈ છે. આનાથી કોરોનામાં તપાસની ગતિ વધશે.

kalmukho str 20 બિહારમાં એકવાર ફરી વધ્યું લોકડાઉન, CM નીતીશ કુમારે ટ્વીટ કરી આપી જાણકારી