Not Set/ ઇન્ડોનેશિયાના ટાપુ પર રોજનો ૪૦ ટન કચરો થાય છે ભેગો

જકાર્તા જકાર્તાના દરિયાકિનારે રોજ ૪૦ ટન કચરો ભેગો થાય છે. ઇન્ડોનેશિયાના અધિકારીઓ દ્વારા આ મામલે જાણ કરવામાં આવી છે. ૧૭,૦૦૦થી પણ વધારે ટાપુ ઇન્ડોનેશિયામાં આવેલા છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં ૭૦ ટકા વેસ્ટ ઓછો કરવાનો દાવો ઇન્ડોનેશિયાએ કર્યો છે. તમને જણાવી દઈએ કે ઇન્ડોનેશિયાએ સ્પેશ્યલ આર્મીનો સ્ટાફ પણ બનાવવામાં આવ્યો છે કે જે દરિયાકિનારે ભેગો થતો […]

Top Stories World Trending
992 ઇન્ડોનેશિયાના ટાપુ પર રોજનો ૪૦ ટન કચરો થાય છે ભેગો

જકાર્તા

જકાર્તાના દરિયાકિનારે રોજ ૪૦ ટન કચરો ભેગો થાય છે. ઇન્ડોનેશિયાના અધિકારીઓ દ્વારા આ મામલે જાણ કરવામાં આવી છે.

Image result for indonesia island full of rubbish

૧૭,૦૦૦થી પણ વધારે ટાપુ ઇન્ડોનેશિયામાં આવેલા છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં ૭૦ ટકા વેસ્ટ ઓછો કરવાનો દાવો ઇન્ડોનેશિયાએ કર્યો છે.

Image result for indonesia island full of rubbish

તમને જણાવી દઈએ કે ઇન્ડોનેશિયાએ સ્પેશ્યલ આર્મીનો સ્ટાફ પણ બનાવવામાં આવ્યો છે કે જે દરિયાકિનારે ભેગો થતો નકામા કચરાને દૂર કરશે.

Related image

દુનિયામાં સૌથી વધારે ભંગાર પેદા કરતો દેશ ચીન છે. ચીન દર વર્ષે ૧.૨૯ મિલિયન મેટ્રિક ટન ભંગાર ઉત્પન્ન થાય. ચીન બાદ ઇન્ડોનેશિયાનો નંબર આવે છે.

Image result for indonesia island full of rubbish

જકાર્તાના મોટા ભાગના ટાપુ નકામા કચરાનો ભોગ બન્યા છે.

Image result for indonesia island full of rubbish

થોડા સમય પહેલા આ ટાપુ પર મોટી સંખ્યામાં મૃત કાચબાઓ પણ મળી આવ્યા હતા. દરિયાકિનારાનો વેસ્ટ કચરો હાલ ઇન્ડોનેશિયા  માટે મોટી સમસ્યા બની ગઈ છે.

Image result for indonesia island full of rubbish

આશરે ૨૬૪ ઓફિસર હજારોની સંખ્યામાં રહેલા આઈસલેન્ડને સાફ-સફાઈ કરવાની કામગીરીમાં શામેલ થાય છે.

ઉલ્લેખનીય છે કે ઇન્ડોનેશિયામાં કાપોટા દ્વીપના કિનારેથી એક વ્હેલ મૃત હાલતમાં મળી આવી હતી.તમને જાણીને નવાઈ લાગશે કે આ વ્હેલના પેટમાં ૬ કિલો પ્લાસ્ટીકનો કચરો હતો.

પાર્કના અધિકારીઓએ આ વ્હેલના પેટમાંથી ઘણી બધી પ્લાસ્ટિક બેગ, પ્લાસ્ટિકની બોટલ, ચંપલ અને ૧૧૫ પ્લાસ્ટિકના કપ મળ્યા હતા. એટલું જ નહી પણ એક થેલી પણ મળી હતી જેમાં ૧ હજારથી પણ વધારે તાર હતા.