Not Set/ નવજોત સિદ્ધુ : પાકિસ્તાનના પીએમએ મને ખાસ આમંત્રણ આપ્યું હતું એટલે ગયો હતો, ખોટી અફવા ન ફેલાવો

નવી દિલ્લી કોંગ્રેસના નેતા  નવજોત સિદ્ધુની પાકિસ્તાનની યાત્રા પર રાજકારણ ગરમાયું હતું. એવી ચર્ચાઓ થઇ રહી હતી કે મંત્રી નવજોત સિદ્ધુ રાહુલ ગાંધીના કહેવા પર પાકિસ્તાન ગયા હતા. Get your facts right before you distort them,Rahul Gandhi Ji never asked me to go to Pakistan.The whole world knows I went on Prime Minister Imran Khan’s […]

Top Stories India Trending Politics
Navjot Singh Sidhu Kartarpur Corridor Pakistan નવજોત સિદ્ધુ : પાકિસ્તાનના પીએમએ મને ખાસ આમંત્રણ આપ્યું હતું એટલે ગયો હતો, ખોટી અફવા ન ફેલાવો

નવી દિલ્લી

કોંગ્રેસના નેતા  નવજોત સિદ્ધુની પાકિસ્તાનની યાત્રા પર રાજકારણ ગરમાયું હતું. એવી ચર્ચાઓ થઇ રહી હતી કે મંત્રી નવજોત સિદ્ધુ રાહુલ ગાંધીના કહેવા પર પાકિસ્તાન ગયા હતા.

કરતારપુર કોરીડોરના એક કાર્યક્રમ દરમ્યાન નવજોત સિદ્ધુએ પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન સાથે હાજરી આપી હતી.પરંતુ તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીના કહેવા પર તેઓ પાકિસ્તાન ગયા હતા તે અટકળો તદ્દન ખોટી હતી.

પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસના નેતા નવજોત સિદ્ધુએ ટ્વીટ કર્યું છે કે જે અફવા ફેલાવો છો તે પહેલા તેની હકીકત જાણી લો. હું રાહુલ જી ના કહેવા પર પાકિસ્તાન નહતો ગયો. મને પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને સ્પેશ્યલ આમંત્રણ આપ્યું હતું.

પૂર્વ ક્રિકેટરે નારો આપતા કહ્યું કે, ખરાબ દિવસો જવાના છે, રાહુલ ગાંધી આવવાના છે. લાલ કિલ્લા પર ઝંડો લહેરાવાના છે, કોઈ રોકી શકો તો રોકો.

તમને જણાવી દઈએ કે પીએમ ઇમરાન ખાન અને મંત્રી નવજોત સિદ્ધુની મુલાકાત અવારનવાર ચર્ચામાં રહે છે.

કરતારપુર કોરીડોરમાં આધારશીલા મુકવાના કાર્યક્રમમાં નવજોત સિદ્ધુએ પાકિસ્તાનમાં હાજરી આપી હતી.

ત્યારબાદ એક કાર્યક્રમમાં પીએમ ઇમરાન ખાને મંત્રી નવજોત સિદ્ધુનો બચાવ કર્યી હતો.તેમણે કહ્યું હતું કે તેઓ સમજી નથી શકતા કે આખરે શા માટે ત્રણ મહિના પહેલા નવજોત સિદ્ધુની પાકિસ્તાનની યાત્રા પર તેમની આલોચના કરવામાં આવી હતી.

સિદ્ધુનો બચાવ કરતા તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં તેઓ પ્રેમ અને ભાઈચારાનો સંદેશ લઈને આવ્યા હતા.

વધુમાં પીએમ ઇમરાન ખાને કહ્યું કે તેઓ ઇરછે તો પાકિસ્તાનમાં ચૂંટણી લડી શકે છે.તેમણે કહ્યું કે ,’ સિદ્ધુ સાહેબ, તમે જો પાકિસ્તાનમાં ચૂંટણી લડો તો તેમાં પણ જીતી જશો.’