Not Set/ હવે પરીક્ષાનો સમય ઘટીને થશે અઢી કલાક, પાંચ પ્રશ્નોને બદલે પૂછાશે ચાર, જાણો વધુ

  અમદાવાદ. 21 જુલાઈ 2018. 21 જુલાઈ શનિવારના રોજ ગુજરાત યુનિવર્સિટીના એકેડેમિક અને એઝ્યુકેટિવ કાઉન્સીલની બેઠક થઇ હતી. જે બેઠક દરમિયાન ઘણા મુદ્દાઓને ઉઠાવી કાઉન્સિલ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં અમુક મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યા હતા. જેમાં શૈક્ષણિક વર્ષથી કોલેજની પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતા. આપણે જણાવી દઈએ કે કોલેજોની […]

Ahmedabad Top Stories Gujarat
Gujarat University હવે પરીક્ષાનો સમય ઘટીને થશે અઢી કલાક, પાંચ પ્રશ્નોને બદલે પૂછાશે ચાર, જાણો વધુ

 

અમદાવાદ.
21 જુલાઈ 2018.

21 જુલાઈ શનિવારના રોજ ગુજરાત યુનિવર્સિટીના એકેડેમિક અને એઝ્યુકેટિવ કાઉન્સીલની બેઠક થઇ હતી. જે બેઠક દરમિયાન ઘણા મુદ્દાઓને ઉઠાવી કાઉન્સિલ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં અમુક મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યા હતા. જેમાં શૈક્ષણિક વર્ષથી કોલેજની પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતા.

આપણે જણાવી દઈએ કે કોલેજોની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરી 70 માર્કસની પરીક્ષા માટે અઢી કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ સાથે પરીક્ષામાં પૂછવામાં આવતા પાંચ પ્રશ્નોને બદલે હવે માત્ર ચાર પ્રશ્નો જ પૂછવામાં આવશે. આ નિર્ણયને કારણે કોલેજોમાં એક જ દિવસમાં વધુ પરીક્ષા લેવામાં આવશે. તેમજ પરીક્ષા પૂર્ણ થવા માટેનો સમયગાળો પણ ઓછો થશે.

ચાલુ શૈક્ષણિક વર્ષથી જ કોલેજોમાં પરીક્ષાનો સમય 3 કલાકથી ઘટાડીને અઢી કલાક કરવાનો નિર્ણ્ય ગુજરાત યુનિવર્સીટીની એકેડેમિક અને એઝ્યુકેટીવ કાઉન્સિલની બેઠકમાં લેવાયો છે. 70 માર્ક્સ અને 100 માર્ક્સની પરીક્ષાના સમય સરખા હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ એક પ્રશ્નને પણ બાકાત કરાયો છે. આપણે જણાવી દઈએ કે અત્યારે 70 માર્કની પરીક્ષામાં પાંચ પ્રશ્નો પૂછવામાં આવતા હતા જે હવે ઘટીને ચાર થયા છે. આવા નિર્ણયને કારણે કોલેજોમાં એક જ દિવસમાં વધુ પરીક્ષા લેવાઈ શકાશે તેમજ પરીક્ષાપૂર્ણ થવા માટેનો સમયગાળો ઓછો થશે.

ગુજરાત યુનિવર્સીટીના કુલપતિશ્રી હિમાંશુ પંડ્યા આ અંગે જણાવવામાં આવ્યું હતું કે,

“100 માર્ક્સની અને 70 માર્ક્સની પરીક્ષામાં તફાવત હોવાના કારણને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવેલા છે. જેના કારણે હવે 70 માર્ક્સની પરીક્ષાના સમયમાં ઘટાડો કરીને 3 કલાકની જગ્યાએ 2:30 કલાક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓને સમય ના ઘટવાની બાબતને ધ્યાનમાં લેતા એક પ્રશ્નને પણ બાકાત કરવામાં આવ્યો છે. જેથી હવે 70 માર્ક્સની પરીક્ષામાં પૂછવામાં આવતા 5 પ્રશ્નોની જગ્યાએ 4 પ્રશ્નો પૂછવામાં આવશે. જેથી સમયની બચત થશે અને જેની મદદથી એક જ દિવસમાં એકથી વધુ પરીક્ષાઓ પણ લઇ શકાશે.”