Not Set/ મોરબીવાસીઓ માટે મંગળવાર ફળ્યો, એકેય કોરોના કેસ ન આવતા લોકોએ હાશકારો લીધો

  કોરોનાની બીજી લહેરમાં જે તબાહી ગુજરાતીઓએ જોઈ છે , હવે તેનો કહેર થોડું થોડું કરીને ઘટી રહ્યો છે. પરંતુ, હજી પણ ખતરો ટળ્યો નથી ને ત્યાં વૈજ્ઞાનિકોનું દાવો છે કે એક મહિના બાદ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. ત્યારે રાજ્યની અંદર કોરોનાના કેસો જેવી રીતે ઘટી રહ્યા છે તેના ઉપરથી હજી પણ […]

Gujarat
corona 3 મોરબીવાસીઓ માટે મંગળવાર ફળ્યો, એકેય કોરોના કેસ ન આવતા લોકોએ હાશકારો લીધો

 

કોરોનાની બીજી લહેરમાં જે તબાહી ગુજરાતીઓએ જોઈ છે , હવે તેનો કહેર થોડું થોડું કરીને ઘટી રહ્યો છે. પરંતુ, હજી પણ ખતરો ટળ્યો નથી ને ત્યાં વૈજ્ઞાનિકોનું દાવો છે કે એક મહિના બાદ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. ત્યારે રાજ્યની અંદર કોરોનાના કેસો જેવી રીતે ઘટી રહ્યા છે તેના ઉપરથી હજી પણ ગુજરાતીઓને પૂરતી કાળજી રાખવાની જરૂર છે. આ બધાની વચ્ચે રાહતના સમાચાર એ આવી રહ્યા છે કે આજે મંગળવારે મોરબીમાં એકેય કોરોના કેસ ન નોંધાતાં આજે મોરબી કોરોના મુક્ત બની ગયો હતો.

 

મોરબી જીલ્લામાં કોરોના કાબુમાં આવી ગયો હોય તેમ કેસોમાં નિરંતર ઘટાડો થયા બાદ આજે કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી જયારે ૦૪ દર્દીઓ સ્વસ્થ થયા છે

 

આજે મોરબી જીલ્લાના મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા અને માળિયા તાલુકામાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી જીલ્લામાં આજે વધુ ૦૪ દર્દીઓ સ્વસ્થ થયા છે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક માત્ર ૦૬ રહ્યો છે