Not Set/ જસદણ પેટા ચૂંટણી : કોંગ્રેસ દ્વારા સોમવારે જાહેર થશે ઉમેદવારનું નામ

જસદણના જંગ પહેલા બંને પક્ષો પોતાની તમામ તાકાતો ચૂંટણી જીતવા માટે લગાવી રહ્યા છે. જસદણમાં 20 ડિસેમ્બરે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવાની છે. ત્યારે કોંગ્રેસે હજુ સુઘી ઉમેદવાર જાહેર કર્યો નથી. જો કે કોંગ્રેસે 10 ઉમેદવારો પાસે ફોર્મ ભરાવ્યાં છે. રણનીતિના ભાગરૂપે આજે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આજે 9 ઉમેદવારોના ફોર્મ લઈને પ્રદેશ કાર્યાલય પહોંચ્યા હતા. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ […]

Top Stories Gujarat Others
Congress Chhattisgarh જસદણ પેટા ચૂંટણી : કોંગ્રેસ દ્વારા સોમવારે જાહેર થશે ઉમેદવારનું નામ

જસદણના જંગ પહેલા બંને પક્ષો પોતાની તમામ તાકાતો ચૂંટણી જીતવા માટે લગાવી રહ્યા છે. જસદણમાં 20 ડિસેમ્બરે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવાની છે. ત્યારે કોંગ્રેસે હજુ સુઘી ઉમેદવાર જાહેર કર્યો નથી. જો કે કોંગ્રેસે 10 ઉમેદવારો પાસે ફોર્મ ભરાવ્યાં છે. રણનીતિના ભાગરૂપે આજે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આજે 9 ઉમેદવારોના ફોર્મ લઈને પ્રદેશ કાર્યાલય પહોંચ્યા હતા.

રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાએ જણાવ્યું હતું કે, પ્રદેશ પ્રમુખના આદેશ અનુસાર તમામ સંભવિત 9 ઉમેદવારના ફોર્મ લઈને આવ્યા છે અને લીગલ સેલ તથા પ્રદેશ પ્રમુખ સાથે પરામર્શ કરવામાં આવશે. ત્યાર બાદ ઉમેદવારની ઘોષણા 3જી ડિસેમ્બર એટલે કે ફોર્મ ભરવાના અંતિમ દિવસે બપોર સુધી કરવામાં આવશે.

માનવામાં આવી રહ્યું છે કે, સોમવારે કોંગ્રેસ ઉમેદવારનું નામ જાહેર કરશે. મહત્વનુ છે કે, કોંગ્રેસ દ્વારા કોળી સમાજના મત મેળવવા માટે કોળી ઉમેદવારનુ નામ જાહેર કરી શકે છે.