Not Set/ હનુમાનજીને દલિત કહેવા એ એમનું અપમાન : શંકરાચાર્ય

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે થોડા દિવસ પહેલા હનુમાનજીને દલિત ગણાવ્યા હતા. ત્યારબાદ આ મુદ્દે ઘણો વિવાદ ચાલી રહ્યો છે. હવે, આ વિવાદમાં શંકરાચાર્યએ પણ ઝંપલાવ્યું છે. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ જણાવ્યું કે, હનુમાનજીને દલિત ગણવા એ એમનું અપમાન છે. તુલસીદાસજીએ લખ્યું છે કે હનુમાનજી બ્રાહ્મણ હતા, દલિત નહિ. એમણે આગળ જણાવ્યું કે, ભાજપમાં રામ મંદિર નિર્માણને […]

Top Stories India
shankaracharya swami swrupanand saraswati હનુમાનજીને દલિત કહેવા એ એમનું અપમાન : શંકરાચાર્ય

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે થોડા દિવસ પહેલા હનુમાનજીને દલિત ગણાવ્યા હતા. ત્યારબાદ આ મુદ્દે ઘણો વિવાદ ચાલી રહ્યો છે. હવે, આ વિવાદમાં શંકરાચાર્યએ પણ ઝંપલાવ્યું છે.

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ જણાવ્યું કે, હનુમાનજીને દલિત ગણવા એ એમનું અપમાન છે. તુલસીદાસજીએ લખ્યું છે કે હનુમાનજી બ્રાહ્મણ હતા, દલિત નહિ.

એમણે આગળ જણાવ્યું કે, ભાજપમાં રામ મંદિર નિર્માણને લઈને ઈમાનદારી નથી. તેઓ ફક્ત રાજકીય લાભ ખાટવા માંગે છે. ઉપરાંત શંકરાચાર્યએ હનુમાનને દલિત ગણાવતા યોગી આદિત્યનાથના નિવેદનની નિંદા કરી હતી.

સ્વામી સ્વરૂપાનંદે ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ મૂર્તિ બનાવવાની નિદાં કરી છે. તેમણે કહ્યું છે કે, સરકાર માત્ર પૂતળાં બનાવી શકે છે. મંદિર નહીં. તેથી ભાજપ રામમંદિરના સ્થાન પર સરયુ કિનારે ભગવાન શ્રીરામની વિશાળકાય પ્રતિમા બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.