Not Set/ રાજકોટ/ એપાર્ટમેન્ટમાં ઇલેક્ટ્રીક રૂમમાં શોર્ટ સર્કિટથી લાગી આગ, અંદર રહેતા નેપાળી પરિવારનાં બે બાળકો ભડથું

રાજકોટમાં શુકવારના રોજ 150 ફૂટ રિંગ રોડ પર બિગ બજારની પાછળ આવેલા સમરથ એપાર્ટમેન્ટમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો. એપાર્ટમેન્ટનાં ઇલેક્ટ્રિક રૂમમાં શોટ સર્કિટના કારણે લાગેલી આગમાં ત્યાં રહેતા નેપાળી પરિવારનાં બે બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ગંભીર રીતે દાઝી ગયેલા બંને બાળકોને સારવાર માટે હેસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેનું મોત […]

Top Stories Rajkot Gujarat
rjkot fire રાજકોટ/ એપાર્ટમેન્ટમાં ઇલેક્ટ્રીક રૂમમાં શોર્ટ સર્કિટથી લાગી આગ, અંદર રહેતા નેપાળી પરિવારનાં બે બાળકો ભડથું

રાજકોટમાં શુકવારના રોજ 150 ફૂટ રિંગ રોડ પર બિગ બજારની પાછળ આવેલા સમરથ એપાર્ટમેન્ટમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો. એપાર્ટમેન્ટનાં ઇલેક્ટ્રિક રૂમમાં શોટ સર્કિટના કારણે લાગેલી આગમાં ત્યાં રહેતા નેપાળી પરિવારનાં બે બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ગંભીર રીતે દાઝી ગયેલા બંને બાળકોને સારવાર માટે હેસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેનું મોત નિપજ્યા છે.

ઇલેક્ટ્રિક રૂમમાં શોર્ટ સર્કિટનાં કારણે લાગેલી આગમાં ઇલેક્ટ્રિક રૂમમાં રહેલા સામાન સહીત રૂપિયા 3.80 લાખ રોકડા બળીને ખાખ થઇ ગયા હતા. દુર્ઘટનાને પગલે એપાર્ટમેન્ટમાં રહેતા લોકો ભેગા થઇ ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.

બાળકોના પિતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,‘ તેઓ બહાર કામ હોવાથી બંને બાળકોને રૂમમાં મૂકી લોક કરીને ગયા હતા. થોડીવાર બાદ તેમની પત્ની કામ પરથી આવવાની હોવાથી રૂમને લોક માર્યું હતું.’ મહત્વનું છે કે, આ સમયગાળામાં જ દુર્ઘટના સર્જાઈ હતી અને બંને બાળકોના રૂમમાં જ મોત નીપજ્યા હતા.ઘટનાની જાણ થતા રાજકોટમાં રહેતા નેપાળી પરિવારો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આગમાં દાઝી ગયેલા ત્રણ વર્ષના બાળક આયુષચંદ અને 6 વર્ષની બાળકી શ્રીસ્ટી શેરબહાદુર ચંદના મોત થયા છે. જેમાંથી બાળકી 95 ટકા દાઝી ગઈ હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.