Arvalli/ પંચાયતના પ્રમુખના દિકરાએ જાહેરનામાનો ભંગ કરી હવામાં કર્યું ફાયરિંગ, વીડિયો વાયુવેગે વાયરલ

હવામાં કરાયેલ ફાયરિંગને લઈને લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. હવામાં ફાયરીંગ કરતો વીડિયો વાયુ વેગે ફોરવર્ડ થતા સોશીયલ મીડિયામાં અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. હાલ તો લોકોમાં પ્રશ્ન ચર્ચાઇ રહ્યો…

Top Stories Gujarat Others
Bhiloda Arvalli Video

Bhiloda Arvalli Video: દશેરાનો ઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે દરેક સમાજના પ્રતિનિધિઓ પોતાના રિવાઝ પ્રમાણે વિજયાદશમીની ઉજવણી કરતા હોય છે. કેટલાક લોકો ઉજવણીની આડમાં શસ્ત્રો વડે શક્તિનું પ્રદર્શન પણ કરે છે. ભિલોડામાં પણ કંઈક આવું જ બન્યું હતું. જ્યાં બુધવારે જિલ્લા પંચાયતના નેતા લાલસિંહ ચૌહાણના પુત્રએ હવામાં ફાયરિંગ કર્યું હતું અને સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. દશેરાના દિવસે શાસ્ત્ર પૂજા કરવામાં આવે છે. અરવલીના ભિલોડામાં રહેતા જિલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહ ચૌહાણના પુત્ર વીરભદ્ર સિંહે બુધવારે હવામાં પિસ્તોલ તાકીને ફાયરિંગ કર્યું હતું. જાણવા મળી રહ્યું છે કે અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખના દિકરા એ પોતાની કરતૂતને જાતે જ સોશીયલ મીડિયામાં અપલોડ કર્યો. આ બાબતે ભાજપ નેતાના પુત્ર વીરભદ્રસિંહ ચૌહાણ સામે ભિલોડા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

હવામાં કરાયેલ ફાયરિંગને લઈને લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. હવામાં ફાયરીંગ કરતો વીડિયો વાયુ વેગે ફોરવર્ડ થતા સોશીયલ મીડિયામાં અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. હાલ તો લોકોમાં પ્રશ્ન ચર્ચાઇ રહ્યો છે કે શું કોઇ સામાન્ય વ્યક્તિ એ આ રીતે ફાયરીંગ કર્યુ હતું તો પોલીસે કાર્યવાહી ન કરી હોત? શું પોલીસ કલેકટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ પ્રમુખ પુત્ર પર કાર્યવાહી થશે?

આ પણ વાંચો: Atmanirbhar Gujarat/ ગુજરાતમાં ઉદ્યોગક્ષેત્ર માટે ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસિસ્ટન્ટ્સ ટુ ઈન્ડસ્ટ્રીઝ’ જાહેર