Not Set/ તેજ પ્રતાપ યાદવ: મને રસ્તા પર ચાલતા બીક લાગે છે, મારી સુરક્ષા વધારી આપો

પટના રાષ્ટ્રીય જનતા દળના નેતા અને પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવે પોતાના જીવને જોખમ છે તેમ જણાવ્યું છે. તેજ પ્રતાપ યાદવે સીએમ નીતીશ કુમાર જોડે સુરક્ષાની માંગ કરી છે. રાજ્યમાં ખરાબ થઇ રહેલી કાનૂની સ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેમની સુરક્ષા વધારી દેવામાં આવે. મીડિયા સાથે વાતચીત દરમ્યાન તેજ પ્રતાપ […]

Top Stories India Trending Politics
287349 tej pratap yadav તેજ પ્રતાપ યાદવ: મને રસ્તા પર ચાલતા બીક લાગે છે, મારી સુરક્ષા વધારી આપો

પટના

રાષ્ટ્રીય જનતા દળના નેતા અને પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવે પોતાના જીવને જોખમ છે તેમ જણાવ્યું છે.

તેજ પ્રતાપ યાદવે સીએમ નીતીશ કુમાર જોડે સુરક્ષાની માંગ કરી છે. રાજ્યમાં ખરાબ થઇ રહેલી કાનૂની સ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેમની સુરક્ષા વધારી દેવામાં આવે.

મીડિયા સાથે વાતચીત દરમ્યાન તેજ પ્રતાપ યાદવે કહ્યું હતું કે કોઈ પણ મને મારી શકે છે તેનો મને ડર છે. રોજ એક હત્યા થઇ રહી છે. હું મુખ્યમંત્રીને વિનંતી કરું છુ કે મારી સુરક્ષા વધારી દે, રાજ્યમાં પરિસ્થિતિઓ બગડી રહી છે. હું રસ્તા પર ચાલતા પણ ડરું છુ.

વધુમાં તેમણે કહ્યું કે એક સમય પછી બોડીગાર્ડ પણ કાફી નહી હોય. તમને જણાવી દઈએ કે ૩૦ ડીસેમ્બરમાં ઔરંગાબાદ જીલ્લામાં નકસલવાદીઓએ એક યુવકને ગોળી મારી દીધી હતી અને ઘણા વાહનોમાં આગ ચાંપી દીધી હતી.

તેજ પ્રતાપ યાદવ નવા વર્ષે પોતાના ભાઈ તેજસ્વી યાદવના સરકારી આવાસમાં જઈને તેમની માતા એટલે કે પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને મળ્યા હતા અને તેમન આશીર્વાદ લીધા હતા. મુલાકત બાદ તેમણે પોતાની પત્ની સાથેના દરેક સંબંધોને પુરા કરવાની વાત કરી હતી અને તેમની માતા તેમના દરેક નિર્ણયમાં સાથે જ છે તેમ કહ્યું હતું.