Cyclone Biparjoy/ વાવાઝોડાના પગલે દ્વા૨કામાં દૂરદર્શનનો 100 મીટ૨નો જર્જરિત ટાવર તોડી પાડ્યો

દ્વારકા સ્થિત દૂરદર્શનનાં હાઇપાવ૨ ટ્રાન્સમીટ૨નો ટાવર ક્ષતિગ્રસ્ત થયો હતો. અંદાજીત 100 મીટર ઉંચો આ ટાવર વાવાઝોડાંને કા૨ણે ધરાશાયી થાય તો ભારે તારાજી સર્જાવાની શક્યતા હતી.

Gujarat Others Trending
Untitled 64 1 વાવાઝોડાના પગલે દ્વા૨કામાં દૂરદર્શનનો 100 મીટ૨નો જર્જરિત ટાવર તોડી પાડ્યો

સંભવિત બિપરજોય ચક્રવાતની અસર દેખાવા લાગી છે. ત્યારે દ્વારકા સ્થિત દૂરદર્શનનાં હાઇપાવ૨ ટ્રાન્સમીટ૨નો ટાવર ક્ષતિગ્રસ્ત થયો હતો. અંદાજીત 100 મીટર ઉંચો આ ટાવર વાવાઝોડાંને કા૨ણે ધરાશાયી થાય તો ભારે તારાજી સર્જાવાની શક્યતા હતી. આથી, જીલ્લા વહીવટી તંત્રે મામલતદા૨ મા૨ફત આ ક્ષતિગ્રસ્ત ટાવરને તાત્કાલિક ઉતારી લેવા વિનંતી કરી હતી.ટાવરને તોડી પાડવાની મંજૂરી મળતા દ્વારકાના દરિયા કિનારે પ્રતિકૂળ પરિસ્થતિની વચ્ચે ટાવરને તોડી પાડવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.

આકાશવાણી-રાજકોટના ઉપમહાનિર્દેશક ૨મેશચંદ્રે તાત્કાલિક દિલ્હી સ્થિત ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરીને આ ટાવરને તોડી પાડવા મંજૂરી માંગી હતી.પ્રસારભારતીના સીઇઓ ગૌરવ દ્વિવેદીએ તત્કાળ મંજૂરી આપતાં જ ૨મેશચંદ્ર ઉપરાંત ઉપ નિર્દેશક પ્રવીણ ભંખોડિયા, સહાયક ઇજનેર સહિતની ટીમ દ્વારકા પહોંચી હતી અને ટાવરને તોડવાની કામગીરી શરૂ કરાવી હતી.

દ્વારકાના દરિયા કિનારે પ્રતિકૂળ પરિસ્થતિની વચ્ચે ટાવરને તોડી પાડવાની કાર્યવાહી સુપેરે પૂર્ણ કરી દેવામાં આવી છે. આમ, બીપો૨જોય ચક્રવાતની અસ૨થી 100 મીટરના વિશાળકાય ટાવરને ધરાશાયી થવા દેવાને બદલે સમયસર તોડી પાડીને પ્રસારભારતીએ દુર્ઘટના નિવારી છે.

આ પણ વાંચો:પોરબંદરમાં બિપરજોય વાવાઝોડાની અસર, 20થી વધુ વૃક્ષ ધરાશાયી: એક યુવકનું મોત

આ પણ વાંચો:હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી,બિપોરજોય વાવાઝોડાનું જોર ઘટવાની શક્યતા, 14 થી 16 જૂન ભારે વરસાદ 

આ પણ વાંચો:બિપરજોય વાવાઝોડાને લઈને વન વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો શું કહ્યું

આ પણ વાંચો:વાવાઝોડાની અસરથી જાફરાબાદના દરિયામાં ભારે કરંટ, મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડો ટીમ તૈનાત

આ પણ વાંચો:વાવાઝોડું ત્રાટકે કે ન ત્રાટકે સૌરાષ્ટ્ર-કચ્છને 400 કરોડનું નુકસાન નિશ્ચિત