Not Set/ સુરત/ 650 બસો સૌરાષ્ટ્ર માટે ઉપડશે ઓવરબ્રિજ પર બસોનો ખડકલો

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર વરસાવ્યો છે. ત્યારે ડાયમંડ નગરી સુરતમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે.  સુરત  શહેરમાં લોક ડાઉન ને કારણે શહેરમાં વસતા સૌરાષ્ટ્ર સહીત પરપ્રાન્તીયોની હાલત કફોડી બની હતી. કેન્દ્ર સરકારના નિર્ણય અનુસાર હવે પરપ્રાન્તીયો સહીત ગુજરાતના અલગ અલગ પ્રાંતમાં રહેતા લોકોને પોતાના વતનમાં જવાની મન્જિઉરિ આપવામાં આવી છે. ત્યારે […]

Gujarat Surat
29822fe21f1a5a3fc79ebbb3200fb3cf સુરત/ 650 બસો સૌરાષ્ટ્ર માટે ઉપડશે ઓવરબ્રિજ પર બસોનો ખડકલો

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર વરસાવ્યો છે. ત્યારે ડાયમંડ નગરી સુરતમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે.  સુરત  શહેરમાં લોક ડાઉન ને કારણે શહેરમાં વસતા સૌરાષ્ટ્ર સહીત પરપ્રાન્તીયોની હાલત કફોડી બની હતી. કેન્દ્ર સરકારના નિર્ણય અનુસાર હવે પરપ્રાન્તીયો સહીત ગુજરાતના અલગ અલગ પ્રાંતમાં રહેતા લોકોને પોતાના વતનમાં જવાની મન્જિઉરિ આપવામાં આવી છે. ત્યારે સુરતમાંથી  પણ ગુજરાતના અલગ અલગ શહેરના લોકોને વતન જવા માટે મંજૂરી આપવામાં આવી છે.

જેને લઈને સુરત શહેરમાં રહેતા અન્ય પ્રાંતના લોકો મોટી સંખ્યામાં એસટી બસ દ્વારા પોતાના વતન જઈ રહ્યા છે. ત્યારે સુરત એસટી વિભાગ દ્વારા મોટી સંખ્યામાં એસટી બસની વ્યવસ્થા કરવામાં અવી છે.  જેને પગલેઆજે પણ 650 જટલી બસો સુરતથી રવાના કરવામાં આવી હતી. જેને લઈને ઓવરબ્રિજ પર બસોની લાંબી લાઈનો જોવા મળી હતી.

સુરતમાં વસતા અન્ય વિસ્તારના લોકો પોતાના વતન જવા હજુ પણ બસ સ્ટેશન પર બુકિંગ કરાવી રહ્યા છે. એક બસમાં 30થી 36 લોકોને બેસાડવામાં આવી રહ્યા છે. જેથી નિગમને અન્ય ડિવિઝનમાંથી એસટી બસ મંગાવવી પડી રહી છે. રીતે અત્યાર સુધીમાં 1000 જેટલી બસો અન્ય ડિવિઝનોમાંથી મેળવવામાં આવી છે. નિગમ રોજની સરેરાશ 500થી વધુ બસો ઉપાડી રહ્યું છે.

સામાન્ય રીતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની એસટી બસોની સૌથી વધુ ડિમાન્ડ હોળી ધુળેટી અને દિવાળીના વેકેશન દરમિયાન રહેતી હોય છે. પરંતુ વખતે સૌથી વધુ માંગ લોક ડાઉન ને લઈને થઇ રહી છે. છેલ્લા આઠેક દિવસમાં પાંચ હજારથી વધુ એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.