પાટણ/ મોહરમ પર્વમાં દેખાઈ કોમી એકતા, હિન્દુ મુસ્લિમ બંને તાજીયાની ઝુલુસમાં બની રહ્યા છે સહભાગી

કરબલાના મેદાનમાં ધર્મના કાજે શહિદી વહોરનાર હઝરત ઈમામ હુસૈન ની યાદ માં મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવાતા મહોરમના પવૅ ની પાટણ શહેરમાં પણ મુસ્લિમ સમૂદાય દ્વારા કોમી એખલાસ ભયૉ માહોલમાં ઉજવણી કરવામાં આવે છે

Gujarat Others
મોહરમ

પાટણમાં મોહરમ પર્વ નિમિત્તે હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી.જેમાં પાટણ શહેરના મદારસા રતનપોળ વિસ્તારમાં પણ મહોરમ પર્વની ઉજવણીને લઈને એકતા કમિટીના હિન્દુ મુસ્લિમ બિરાદરો ભેગા મળીને તાજિયા અને ઘોડા બનાવી કરબલાની યાદમાં નિકળતા જુલુસમાં સહભાગી બની રહ્યા છે.હિન્દુ મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા ઝુલુસ અંતગર્ત બનાવવામાં આવતા તાજિયા અને ઘોડાની કામગીરી દ્વારા કોમી એકતાની ભાવનાને ઉજાગર કરી રહ્યા હોવાનું પાટણના જાણીતા પેઈન્ટર રમેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું.

કરબલાના મેદાનમાં ધર્મના કાજે શહિદી વહોરનાર હઝરત ઈમામ હુસૈન ની યાદ માં મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવાતા મહોરમના પવૅ ની પાટણ શહેરમાં પણ મુસ્લિમ સમૂદાય દ્વારા કોમી એખલાસ ભયૉ માહોલમાં ઉજવણી કરવામાં આવે છે ત્યારે આગામી દિવસોમાં મહોરમના પવૅ ને યાદગાર બનાવવા શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા કોમી એખલાસ ભયૉ માહોલમાં ધોડા અને તાજિયા બનાવવા ની કામગીરી ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

a 12 2 મોહરમ પર્વમાં દેખાઈ કોમી એકતા, હિન્દુ મુસ્લિમ બંને તાજીયાની ઝુલુસમાં બની રહ્યા છે સહભાગી

પાટણ શહેરના મદારસા રતનપોળ વિસ્તારમાં પણ મહોરમ પર્વની ઉજવણી ને લઈને એકતા કમિટીના હિન્દુ મુસ્લિમ બિરાદરો ભેગા મળીને તાજિયા અને ધોડા બનાવી કરબલાની યાદમાં નિકળતા જુલુસ માં સહભાગી બની રહ્યા છે. મદરસા રતનપોળ વિસ્તારમાં છેલ્લા ધણા વર્ષો થી એકતા કમીટીના હિન્દુ મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા ઝુલુસ અંતગર્ત બનાવવામાં આવતા તાજિયા અને ધોડા ની કામગીરી દ્વારા કોમી એખલાસ ની ભાવના ને ઉજાગર કરી રહ્યા હોવાનું પાટણના જાણીતા પેઈન્ટર રમેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું. વધુ માં તેઓએ તાજિયા પવૅની ઉજવણી દરમિયાન બનાવવામાં આવતા તાજિયા અને ધોડા ની કામગીરી માં મુસ્લિમ બિરાદરો ને આ વિસ્તારના હિન્દુ યુવાનો તમામ પ્રકારે સહિયોગી બનતા હોવાનું જણાવ્યું હતું.

a 12 3 મોહરમ પર્વમાં દેખાઈ કોમી એકતા, હિન્દુ મુસ્લિમ બંને તાજીયાની ઝુલુસમાં બની રહ્યા છે સહભાગી

પાટણના રતનપોળ વિસ્તારમાં દર વર્ષે બનાવવામાં આવતાં તાજિયા અને ધોડા ની કામગીરી માં રમેશભાઈ ઠાકોર સહિતના હિન્દુ યુવાનનો સહકાર મળે છે અને હિન્દુ મુસ્લિમ એકતા ની આ મિસાલ કાયમ બની રહે તે માટે તેઓ દ્વારા મહોરમ પર્વ નિમિત્તે ખુદા તાલા ને બંદગી સાથે હિન્દુ યુવાનો નો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો:ભાષણ આપતા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ભાવુક થયા, સભ્યોને કરી આ અપીલ

આ પણ વાંચો: પી.વી સિંધુએ જીત્યો ગોલ્ડ મેડલ, કેનેડાની મિશેલ લીને હરાવી

આ પણ વાંચો:માત્ર તાજમહેલમાં જ નહીં ઉજવાય આઝાદીનો અમૃત મહોત્સવ, જાણો શું છે કારણ