વિસ્ફોટ/ પાકિસ્તાનમાં JUI-Fની બેઠકમાં બોમ્બ વિસ્ફોટ થતા 40 લોકોના મોત,200થી વધુ ઘાયલ,બચાવ કામગીરી પૂરજોશમાં

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા ક્ષેત્રના બાજૌર વિસ્તારમાં જમિયત ઉલેમા-એ-ઇસ્લામ-ફઝલ (JUI-F)ની બેઠક યોજાઈ રહી હતી. આ મીટીંગમાં હાજરી આપવા ઘણા કાર્યકરો આવ્યા હતા.

Top Stories World
Untitled 90 પાકિસ્તાનમાં JUI-Fની બેઠકમાં બોમ્બ વિસ્ફોટ થતા 40 લોકોના મોત,200થી વધુ ઘાયલ,બચાવ કામગીરી પૂરજોશમાં

પાકિસ્તાનમાં અવારનવાર બોમ્બ વિસ્ફોટના સમાચાર સામે આવતા હોય છે.આજે ફરી એકવાર પાકિસ્તાનમાં મોટો વિસ્ફોટ થયો છે. ખૈબર પખ્તુનખ્વાના બાજૌર વિસ્તારમાં જમિયત-ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (JUI-F)ની બેઠકમાં જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો છે.પાકિસ્તાની મીડિયા અનુસાર અત્યાર સુધીમાં 40 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 200 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.ઘાયલોને સત્વરે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને બચાવકર્મીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી હાથ ધરી છે.તપાસ એજન્સી સઘન તપાસમાં લાગી ગઇ છે

આ વિસ્ફોટ મામલે  ડીઆઈજી મલાકંદનું કહેવું છે કે વિસ્ફોટ કેવી રીતે થયો તે વિશે કંઈ કહી શકાય નહીં. માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે અનેક એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. એક પછી એક ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે તેનો અવાજ બે કિલોમીટર સુધી સંભળાયો હતો.

મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા ક્ષેત્રના બાજૌર વિસ્તારમાં જમિયત ઉલેમા-એ-ઇસ્લામ-ફઝલ (JUI-F)ની બેઠક યોજાઈ રહી હતી. આ મીટીંગમાં હાજરી આપવા ઘણા કાર્યકરો આવ્યા હતા. આ મીટિંગને નિશાન બનાવીને આતંકીઓએ બ્લાસ્ટ કર્યો હતો. બોમ્બ બ્લાસ્ટ બાદ અકસ્માતના સ્થળે અફરા-તફરી મચી ગઈ હતી.

બોમ્બ વિસ્ફોટ બાદ પોલીસ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે, જ્યાં તેઓ રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે. પોલીસે કહ્યું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. પોલીસના જણાવ્યા અનુસાર વિસ્ફોટ સભા સ્થળની અંદર થયો હતો. જોકે, પોલીસે હજુ સુધી બ્લાસ્ટના કારણની પુષ્ટિ કરી નથી.

આ પણ વાંચો:India-Britain Relation/ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થશે, કેટલાક મુદ્દા ઉકેલવાના પ્રયાસો ચાલુ

આ પણ વાંચો:Anju New Video Viral/નસરુલ્લા સાથે નિકાહ પછી અંજુને મળી ભેટ, પાકિસ્તાનથી ફરી આવ્યો નવો વીડિયો

આ પણ વાંચો:કોવિડ-19/કોરોનાનું નવું વેરિઅન્ટ મળતાં દુનિયામાં ખળભળાટ,સૌથી વધુ ઘાતક હોવાનું અનુમાન