Not Set/ નિતિન ગડકરીએ RSS ના નેતા જોડે કરી મુલાકાત, ચારે બાજુ લચી ચર્ચા

લોકસભા ચૂંટણી સમાપ્ત થયા પછી સામે આવેલ એક્ઝિટ પોલના પરિણામોના એક દિવસ પછી આરએસએસના નેતા ભૈય્યાજી જોશી અને કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીની સોમવાર પર થયેલી બેઠકમાં ઘણી ચર્ચા થઈ રહી છે. મોટાભાગની એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વ વાળી એનડીએની સ્પષ્ટને લઈને ઘણી ચર્ચા થઇ રહી છે.વોટોની મતગણના 23 મે થશે. પોલ ઑફ પોલ્સ મુજબ એનડીએ 300 […]

India
trtr 15 નિતિન ગડકરીએ RSS ના નેતા જોડે કરી મુલાકાત, ચારે બાજુ લચી ચર્ચા

લોકસભા ચૂંટણી સમાપ્ત થયા પછી સામે આવેલ એક્ઝિટ પોલના પરિણામોના એક દિવસ પછી આરએસએસના નેતા ભૈય્યાજી જોશી અને કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીની સોમવાર પર થયેલી બેઠકમાં ઘણી ચર્ચા થઈ રહી છે. મોટાભાગની એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વ વાળી એનડીએની સ્પષ્ટને લઈને ઘણી ચર્ચા થઇ રહી છે.વોટોની મતગણના 23 મે થશે. પોલ ઑફ પોલ્સ મુજબ એનડીએ 300 થી વધુ બેઠકો જીતી શકે છે. તો ત્યાં જ કોંગ્રેસ અને તેમના સાથી દળોને 122 બેઠકો મળતી હોય તેમ બતાવવામાં આવી રહ્યું હતું અને અન્ય દળો 114 બેઠકો મળી શકે છે.`

નિતિન ગડકરીના નજીકના સુત્રોએ જણાવ્યું હતું કે તેઓ આરએસએસના નેતા સાથે મુલાકાત “એક્ઝિટ પોલ”ના સદર્ભમાં “શિષ્ટાચાર મુલાકાત” હતી. સૂત્રોએ જણાવ્યું કે આગામી સરકારમાં નિતિન ગડકરીની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું કે નિતિન ગડકરી આરએસએસની નજીક છે, તેથી તેમને ખાતરી આપવામાં આવી છે કે તેમને સરકારમાં “મહત્વપૂર્ણ ભૂમિકા” મળશે. લગભગ બે કલાક ચાલતી મીટિંગમાં ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયાએ મીડિયાને જણાવ્યું હતું કે અહિયાં સરકારી યોજના અંગે ચર્ચા થઈ હતી.

તો ત્યાં કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરીએ સોમવારે કહ્યું છે કે એક્ઝિટ પોલ અંતિમ પરિણામ નથી પરંતુ એનડીએ સરકાર દ્વારા કરેલા વિકાસના કામ પર બીજેપીએ ફરીથી એકવાર સંકેત આપ્યો છે કે તે ફરીથી સત્તામાં આવશે. ભાજપના વરિષ્ઠ નેતા ગડકરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’ ના પોસ્ટરના અંગે બોલ્યા હતા. આ બાયૉપિક આ શુક્રવારે રીલીઝ કરવામાં આવશે.

ગડકરીએ જોર આપીને કહ્યું કે મોદીના નેતૃત્વમાં ભાજપની નવી સરકારના ગઠન થશે. વડા પ્રધાનના પદ માટે તેમના નામ વિશે પૂછવામાં આવતા ગડકરીએ કહ્યું, “મેં 25 થી 50 વખત સ્પષ્ટ કર્યું છે. અમે મોદીજીના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડ્યા છે અને તે એકવાર ફરીથી વડાપ્રધાન બનશે. દેશના લોકો એકવાર ભાજપ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાંચ વર્ષમાં આપણા દ્વારા કરવામાં આવેલું કામનું સમર્થન કરે છે અને એક્ઝિટ પોલના સંકેતો છે. ‘