Not Set/ સાસરિયાઓએ પરણીતાની હત્યા કર્યા બાદ ગામની બહાર લઇ જઈ લાશને ચાંપી આગ

મધ્યપ્રદેશમાં એક મહિલાને તેના સાસરિયાઓએ મારી નાખી હતી અને તેને સળગાવી દીધી હતી. આ મામલો રાજગઢ જિલ્લાના પપડેલ ચોકી હેઠળ આવતા બારોલ ગામ સાથે સંબંધિત છે. ગ્રામજનોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. આ પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં સુધીમાં કાલીબાઈની ડેડબોડી સંપૂર્ણ રીતે બળીને ખાક થઇ ગઈ હતી. પોલીસે બળી ગયેલા રાખ પર […]

India
aaaaaaaa 2 સાસરિયાઓએ પરણીતાની હત્યા કર્યા બાદ ગામની બહાર લઇ જઈ લાશને ચાંપી આગ

મધ્યપ્રદેશમાં એક મહિલાને તેના સાસરિયાઓએ મારી નાખી હતી અને તેને સળગાવી દીધી હતી. આ મામલો રાજગઢ જિલ્લાના પપડેલ ચોકી હેઠળ આવતા બારોલ ગામ સાથે સંબંધિત છે. ગ્રામજનોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. આ પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં સુધીમાં કાલીબાઈની ડેડબોડી સંપૂર્ણ રીતે બળીને ખાક થઇ ગઈ હતી. પોલીસે બળી ગયેલા રાખ પર પાણી નાખીને, અસ્થિઓ (હાડકાં)ને કબજે કરી પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા.

મૃતકના પિતા મોર સિંહે જણાવ્યું કે મૃતક કાલીબાઈ અને તેના સાસરિયાઓ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી માથાકુટ ચાલી રહી હતી. સાસરિયાઓ તેને બે દિવસ પહેલા લેવા આવ્યા હતા અને કહ્યું હતું કે હવે મારપીટ નહીં કરશે.

સૂત્રોનું કહેવું છે કે સાસરિયાઓએ પહેલા મૃતક પર હુમલો કર્યો. બાદમાં તેમણે તેને કોથળામાં ભરીને ગામની બહાર લઈ ગયા અને ત્યાં જ જઈને તેની લાશને આગ ચાપી દીધી હતી. મૃતદેહની તપાસ કર્યા બાદ પોલીસને મૃતકના ઘરેથી તેના પતિના કપડા તેમજ તેની સાડીમાંથી લોહી મળી આવ્યું છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજગઢ  જિલ્લાના ખુડિયા બે ગામમાં રહેતી કાલીબાઈના લગ્ન ત્રણ વર્ષ પહેલા બારોલ ગામના બિરમ સિંહ તંવર સાથે થયા હતા. લગ્ન પછી મૃતક કાલીબાઈને એક પુત્ર પણ છે. જ્યારે  મૃતકના સંબંધીઓનું કહેવું છે કે, કાલીબાઈના સાસરિયાઓ કાલીબાઈનો પતિ બિરમ તંવર, સસરા લાલ તંવર અને તેની સાસુ ગ્યારસી બાઇ તેને અવારનવાર માર મારતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.