ધાર્મિક સ્થળ/ મહારાષ્ટ્રમાં તમામ ધાર્મિક સ્થળો 7 ઓકટોબરથી ફરી ખુલશે

મહારાષ્ટ્રમાં નવરાત્રિના પહેલા દિવસે 7 ઑક્ટોબરથી તમામ ધાર્મિક સ્થળો ફરી ભક્તો માટે શરૂ કરાશે. મુખ્યમંત્રી આજે સાંજે ટ્વિટ કરી માહિતી આપી

India
sivsena મહારાષ્ટ્રમાં તમામ ધાર્મિક સ્થળો 7 ઓકટોબરથી ફરી ખુલશે

દેશમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે જેના લીધે હવે તમામ રાજ્યો કોરોનના નિયમોમાં છૂટછાટ આપતાં જનજીવન રાબેતા મુજબ  થઇ રહ્યું છે. મહારાષ્ટ્રમાં નવરાત્રિના પહેલા દિવસે 7 ઑક્ટોબરથી તમામ ધાર્મિક સ્થળો ફરી ભક્તો માટે શરૂ કરાશે. મુખ્યમંત્રી કાર્યાલયે આજે સાંજે ટ્વિટ કરી આઅ માહિતી આપી છે. ધાર્મિક સ્થળોએ તમામ કોવિડ-19 સુરક્ષા નિયમોનું પાલન કરવામાં આવશે.મુખ્યપ્રધાન કાર્યાલયે ટ્વિટ કરી કહ્યું હતું કે “તમામ કોવિડ સલામતી પ્રોટોકોલનું નિરીક્ષણ કરી નવરાત્રિના પ્રથમ દિવસ એટલે કે 7 ઓક્ટોબર 2021થી ભક્તો માટે તમામ દેવ સ્થાનો ફરી ખૂલશે.

મહારાષ્ટ્ર સરકાર ભાજપ દ્વારા મંદિરો ન ખોલવાના વિરોધનો સામનો કરી રહી હતી, જે મહામારીને કારણે બંધ કરવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે 4 ઑક્ટોબરથી મહારાષ્ટ્રમાં ગ્રામીણ વિસ્તારમાં ધોરણ 5થી 12ની શાળાઓ પણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

નોધનીય છે કે કોરોનામાં સૈાથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્ર રાજ્યની હતી જેમાં અનેક લોકોનું કોરોનાથી મોત નિપજ્યું હતું. હાલ રાજ્યની સ્થિતિ કોરોનાને લીધે સારી છે તેથી હબ મહારાષ્ટ્ર  ફરીવાર રાબેતા મુજબ થવા જઇ રહ્યું છે.