Not Set/ વિરેન્દ્ર સહેવાગને લોકસભા લડાવવાની હિલચાલ શરૂ કરી ભાજપે

દિલ્હી, ભારતની ટીમના પુર્વ માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ બહુ જલ્દી પોતાની રાજકીય ઈનિંગ શરુ કરે તેવી સંભાવના છે. એવું માનવામાં આવે છે કે ભાજપ વિરેન્દ્ર સહેવાગને લોકસભાની ચૂંટણી લડાવી શકે છે, જો કે આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત નથી પણ ભાજપના આંતરિક સુત્રો કહે છે કે વિરેન્દ્ર સહેવાગ 2019ની લોકસભા ચૂંટણીમાં હરિયાણામાં ભાજપના ઉમેદવાર તરીકે […]

India Sports
bhh 1 વિરેન્દ્ર સહેવાગને લોકસભા લડાવવાની હિલચાલ શરૂ કરી ભાજપે

દિલ્હી,

ભારતની ટીમના પુર્વ માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ બહુ જલ્દી પોતાની રાજકીય ઈનિંગ શરુ કરે તેવી સંભાવના છે. એવું માનવામાં આવે છે કે ભાજપ વિરેન્દ્ર સહેવાગને લોકસભાની ચૂંટણી લડાવી શકે છે, જો કે આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત નથી પણ ભાજપના આંતરિક સુત્રો કહે છે કે વિરેન્દ્ર સહેવાગ 2019ની લોકસભા ચૂંટણીમાં હરિયાણામાં ભાજપના ઉમેદવાર તરીકે ઝુકાવે તેવી સંભાવના છે.

ભાજપ સહેવાગને હરિયાણાની રોહતક બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા દિપેન્દ્રસિંહ હુડ્ડાની સામે ઉતારવાની હિલચાલ કરી રહી છે.

સુત્રો એમ પણ કહે છે કે ભાજપની કોર કમિટીની બેઠકમાં આ મુદ્દે ચર્ચા પણ થઈ હતી.જોકે હરિયાણાના ભાજપના અધ્યક્ષ સુભાષ બરાલાએ સહેવાગની ઉમેદવારીની ખબરોને નકારી કાઢી છે.

બીજી બાજુ ભાજપના સૂત્રોનુ કહેવુ છે કે સહેવાગને ટિકિટની ઓફર કરવાની જવાબદારી એક સિનિયર નેતાને સોંપાઈ છે.ભાજપ સહેવાગને ટિકિટ આપવા માટે તૈયાર છે. હવે આખરી નિર્ણય સહેવાગે લેવાનો છે.

વિરુ ઉપરાંત સૂફી ગાયક હંસરાજ હંસનુ પણ ભાજપના સંભવિત ઉમેદવારોના લિસ્ટમાં સામેલ છે.જે હાલમાં જ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે.