CRASH/ વધુ એક મિગ-21 ક્રેશ, જો કે આ વખતે ફ્લાઇંગ કોફિનનું મેણું ટાળ્યું

રાજસ્થાનના સુરતગઢ નજીક ભારતીય વાયુસેના (આઈએએફ) નું મિગ -21 લડાકુ વિમાન ક્રેશ થયું હોવાની વિગતો સામે આવી રહી છે. જો કે, દુર્ધટના પહેલા ભારતીય વાયુ સેનાનાં પાયલોટ પોતની જાતને સુરક્ષિત રીતે

Top Stories India
mig વધુ એક મિગ-21 ક્રેશ, જો કે આ વખતે ફ્લાઇંગ કોફિનનું મેણું ટાળ્યું

રાજસ્થાનના સુરતગઢ નજીક ભારતીય વાયુસેના (આઈએએફ) નું મિગ -21 લડાકુ વિમાન ક્રેશ થયું હોવાની વિગતો સામે આવી રહી છે. જો કે, દુર્ધટના પહેલા ભારતીય વાયુ સેનાનાં પાયલોટ પોતની જાતને સુરક્ષિત રીતે વિમાન બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. ક્રેશ થવાનું પ્રાથમિક કારણ ટેકનીકલ ખામી હોવાની શંકા છે. તકનીકી ખામીને કારણે મિગ -21 લડાકુ વિમાન ક્રેશ થયું હોવનું સામે આવી રહ્યું છે, ત્યારે ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુ સેનાનાં મિગ -21 લડાકુ વિમાન વારંવાર ક્રેશ થતા હોવાનાં કારણે ફ્લાઇંગ કોફિનનું નામ પણ આપવામાં આવ્યું છે.

આઈએએફએ જણાવ્યું હતું કે અકસ્માતની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્કવાયરીને આદેશ આપવામાં આવ્યો છે. “પશ્ચિમ ક્ષેત્રના એક તાલીમ સોર્ટી દરમિયાન, મિગ -21 બાઇસન વિમાનને આજે સાંજે એક મોટી તકનીકી ખામીનો અનુભવ થયો. પાઇલટ આશરે 2015 કલાકે સલામત રીતે બહાર નીકળી ગયો. કોઈ જાનહાનિ થઈ નથી. કોર્ટ પૂછપરછ કરવા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. “અકસ્માતનું કારણ,” ભારતીય વાયુસેનાએ એક ટ્વીટમાં જણાવ્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…