Not Set/ સેમીફાઇનલમાં પીવી સિંધુની થાઇલેન્ડની રત્ચાનોક સામે થયો પરાજય,સતત ત્રીજી સેમીફાઇલમાં હાર

પીવી સિંધુની ઈન્ડોનેશિયા ઓપનની સફરનો અંત આવી ગયો છે. સેમિફાઈનલમાં તે થાઈલેન્ડની બીજી ક્રમાંકિત રત્ચાનોક ઈન્તાનોન સામે હારી ગઈ હતી.

Top Stories Sports
પીવી સિંધુ 1 સેમીફાઇનલમાં પીવી સિંધુની થાઇલેન્ડની રત્ચાનોક સામે થયો પરાજય,સતત ત્રીજી સેમીફાઇલમાં હાર

ભારતની સ્ટાર મહિલા ખેલાડી પીવી સિંધુની ઈન્ડોનેશિયા ઓપનની સફરનો અંત આવી ગયો છે. સેમિફાઈનલમાં તે થાઈલેન્ડની બીજી ક્રમાંકિત રત્ચાનોક ઈન્તાનોન સામે હારી ગઈ હતી. સિંધુને શનિવારે નોકઆઉટ મેચમાં 21-15, 9-21, 14-21થી હારનો સામનો કરવો પડ્યો હતો.ત્રીજી ક્રમાંકિત અને બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુએ પ્રથમ ગેમ 54 મિનિટમાં 21-15થી જીતી લીધી હતી પરંતુ તે પછી છેલ્લા બંને સેટ ગુમાવી દીધા હતા. સિંધુની સેમિફાઇનલમાં આ સતત ત્રીજી હાર છે. 26 વર્ષીય આ અગાઉ ગયા અઠવાડિયે ઈન્ડોનેશિયા માસ્ટર્સની સેમિફાઈનલમાં અને ઓક્ટોબરમાં ફ્રેન્ચ ઓપનમાં હારી ગઇ હતી.

 

 

 

વિશ્વની સાતમા નંબરની સિંધુ આ મેચ પહેલા અગાઉની બંને મેચમાં રત્ચાનોક સામે હારી ગઈ હતી. પરંતુ મેચના પ્રથમ સેટમાં તેણે સારી શરૂઆત કરી હતી અને 8-3ની લીડ મેળવી હતી. પરંતુ તે પછી ઈન્તાનોને સ્કોર 9-10 પર પરત કર્યો. જોકે સિંધુએ સર્વિસ બ્રેક કરીને લીડ મેળવી હતી અને પ્રથમ સેટ જીતી લીધો હતો.ત્યારબાદ રત્ચાનોકે જોરદાર પુનરાગમન કર્યું અને લીડ હોવા છતાં, બંને અંતિમ સેટમાં સિંધુને સ્તબ્ધ કરી ફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું હતું