મંજૂરી/ રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદે દિલ્હી કોર્પોરેશન સંશોધન બિલને આપી મંજૂરી,જાણો

દિલ્હીની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક કરવા માટેનું બિલ લોકસભા અને રાજ્યસભામાં પાસ થયા બાદ હવે તેને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે.

Top Stories India
7 28 રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદે દિલ્હી કોર્પોરેશન સંશોધન બિલને આપી મંજૂરી,જાણો

દિલ્હીની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક કરવા માટેનું બિલ લોકસભા અને રાજ્યસભામાં પાસ થયા બાદ હવે તેને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. રાષ્ટ્રપતિની સંમતિ મળતાં જ દિલ્હીના ત્રણેય કોર્પોરેશનને એક કરવાનું બિલ કાયદો બની ગયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હીની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનના એકીકરણ માટે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ (એમેન્ડમેન્ટ) એક્ટ-2022ને મંજૂરી આપી દીધી છે અને તેનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. આ માટે કાયદા મંત્રાલયના સચિવ ડો. રીટા વશિષ્ઠ દ્વારા આ અંગે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે લોકસભામાં પાસ થયા બાદ  રાજ્યસભામાંથી આ બિલ પાસ થઈ ગયું છે. હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ કાયદો બની જશે. ત્યારબાદ ત્રણેય એમસીડીનો વિલય કરી એક કોર્પોરેશન બનાવવામાં આવશે. આ સિવાય દિલ્હીમાં કોર્પોરેટરોની સંખ્યા 272થી ઘટાડી 250 સુધી સીમિત કરી દેવામાં આવશે. આ કોર્પોરેશન દિલ્હી કોર્પોરેશનના નામથી ઓળખાશે.

કેન્દ્ર સરકાર જ નિર્ણય કરશે કે કોર્પોરેશનમાં કેટલા કોર્પોરેટર હશે અને કેટલી સીટો અનામત રહેશે. આ સિવાય કેન્દ્ર સરકારનું પગાર તથા અન્ય સુવિધાઓ પર નિયંત્રણ હશે. નવા બિલમાં તે પણ કહેવામાં આવ્યું છે કે એમસીડી કમિશનર સીધા કેન્દ્ર સરકારને જવાબદાર હશે. કાયદો બન્યા અને એમસીડીના વિલય બાદ દિલ્હી સરકારની ભૂમિકા સીમિત થઈ જશે.