Not Set/ સીએમ વિજય રૂપાણી આજે મુંબઈનાં પ્રવાસે

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે મુંબઈ પ્રવાસે ગયા છે. આગામી 21 ઓકટોબરના રોજ મહારાષ્ટ્ર વિધાનની ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે ગજરાત ના મુખ્યમંત્રી પણ મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચાર અર્થે મુંબઈ ગયા છે. જ્યાં તેઓ ચૂંટણી પ્રચારની સાથે સાથે બૃહદ મુંબઇ ગુજરાતી સમાજના મુખ્ય ઉદ્યોગપતિઓ સાથે સવારે 10.30 કલાકે મિટીંગ પણ કરશે. ત્યાર પછી 12:00 કલાકે  […]

Top Stories Gujarat

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે મુંબઈ પ્રવાસે ગયા છે. આગામી 21 ઓકટોબરના રોજ મહારાષ્ટ્ર વિધાનની ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે ગજરાત ના મુખ્યમંત્રી પણ મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચાર અર્થે મુંબઈ ગયા છે. જ્યાં તેઓ ચૂંટણી પ્રચારની સાથે સાથે બૃહદ મુંબઇ ગુજરાતી સમાજના મુખ્ય ઉદ્યોગપતિઓ સાથે સવારે 10.30 કલાકે મિટીંગ પણ કરશે. ત્યાર પછી 12:00 કલાકે  ગુજરાતી સમાજના સંમેલન કાર્યક્રમમાં ભાગ લેશે.

તો બપોરે 2:00 કલાકે ડાયમંડ ઈન્ડસ્ટ્રીના ઉદ્યોગપતિઓ સાથે સંમેલન કરશે. સાંજે 06:30 કલાકે રોડ શો માં ભાગ લેશે. જૈન દેરાસર મલાડ વેસ્ટ રેલવે સ્ટેશન,નટરાજ માર્કેટ, દરવાડી,રામચંદ્ર લેન,આદર્શ ખાતે વિજય રૂપાણીનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. તો રાત્રે 8:00 કલાકે ગુજરાતી સમાજ સંમેલનમાં હાજરી આપશે.

 

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.