Ahmedabad News : અમદાવાદની ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના કાંડ એક પછી એક બહાર આવતા જાય છે. જેમાં હાથની સારવાર કરાવવા ગયેલા એક દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરી નાંખવામાં આવી હતી. જેમાં દર્દીની હાલત લથડતા તેનું મોત નીપજ્યુ હતું. આ બનાવની વિગત મુજબ નવેમ્બર 2023માં સાણંદ પાસેના નિધરાડ ગામના ભિખાજી ડાભીને હાથમાં દુખાવો થતો હોવાથી તે સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલમાં આવ્યા હતા.
તેઓ પોતાની સમસ્યા અંગે જાણ કરે તે પહોલા ડોક્ટરે તેમની એન્જિયોપ્લાસ્ટી કરી નાંખી હતી. એટલું જ નહિ ભિખાજીના પરિવારને પણ ઓપરેશન પહેલા જાણ કરી ન હતી. એન્જિયોપ્લાસ્ટી બાદ ભિખાજીની હાલત કથળવા લાગી હતી. તેમના હ્રદયનું પ્મપીંગ ઘટીને 20 ટકા થઈ ગયું હતું. તેમને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા પરંતુ તેમનું મોત નીપજ્યુ હતું. આ અંગે ભિખાજીના પુત્રએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ખ્યાતિ હોસ્પિટલની આ બેદરકારી સામે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કૌભાંડ, ધોળકાના રૂપાલ ગામમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા
આ પણ વાંચો:સર્જરીમાં મૃત્યુઆંક વધ્યો 2 નહીં પરંતુ 5 લોકોના મોત,ખ્યાતિ હોસ્પિટલ કાંડમા મોટો ખુલાસો
આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલે ગાંધીનગર જિલ્લાના શેરથા ગામમાં પણ બોરીસણા જેવો જ કાંડ કર્યો
