MSP/ MSP બાબતે કેન્દ્રીય કૃષિમંત્રી એ સ્વિકાર્યુ કે ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી, 2014 થી 2024 સુધીમાં 500% ખેત ઉત્પાદન ખર્ચમાં વધારો

Gujarat MSP News : ખેડૂતોના હિતમાં રાજ્યસભામાં MSP બાબતે કેન્દ્રીય કૃષિમંત્રીએ આપેલા જવાબ પર કોંગ્રેસના પાલ આંબલિયાની પ્રતિક્રિયા કોંગ્રેસના સમયમાં પણ MSP ખરીદી થતી હતી, તે વાતનો સ્વીકાર કરવા બદલ શિવરાજસિંહનો પાલ આંબલિયાએ આભાર માન્યો.

India Top Stories Breaking News Politics

Gujarat MSP News : દેશના કૃષિમંત્રી શિવરાજસિંહે કહ્યું કે ટેકાના ભાવે ખરીદી ત્યારે કરવી પડે જ્યારે ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા હોય, મતલબ પરોક્ષ રીતે કૃષિમંત્રી એ સ્વીકાર્યું કે ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી. ભારતમાં વર્ષ 2004 થી 2024 ની સરખામણી કરતા કૃષિમંત્રીએ પરોક્ષ રીતે સ્વીકાર્યું કે સરકારે ખેડૂતોને પૂરતા ટેકાના ભાવ આપ્યા નથી.

વધૂમાં તેમને જણાવ્યું કે MSPના ભાવ વર્ષ 2004 થી 2014માં વધતી મોંઘવારી મુજબ ખેડૂતોની ખેત પેદાશના ભાવ મળ્યા હતા. તે ભાવ વર્ષ 2014 થી 2024 સુધીમાં વધતી મોંઘવારી મુજબ ભાજપ સરકારે MSPના ભાવ આપ્યા નથી. કોંગ્રેસની સરકાર દરમિયાન વર્ષ 2004 થી 2014ના સમયમાં ખરીફ પાકોની 40.79 લાખ કરોડ મેટ્રિક ટનની ખરીદી કરવામાં આવી હતી. ખરીદીની સામે સરકારે 4 લાખ 44 હજાર કરોડની ચૂકવણી કરી હતી. જ્યારે વર્ષ 2014 થી 2024ના ભાજપા સરકારના સમયમાં 71 કરોડ મેટ્રિક ટનની ખરીદી થઈ છે. જેની સામે 12.51 લાખ કરોડની ચૂકવણી કરવામાં આવી છે.

દેશમાં વર્ષ 2014 થી 2024 સુધીમાં 500% ખેત ઉત્પાદનના ખર્ચમાં વધારો થયો છે. ઉત્પાદન ખર્ચમાં 600% ના વધારા સામે MSP માં માત્ર 50% પણ જણસીના ભાવ વધ્યા નથી. સરકાર કદાચ 100%  ખેત પેદાશ ખરીદે તો પણ યોગ્ય ભાવ વગર ખરીદી થી ખેડૂતને ફાયદો શું ??


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મોદી સરકારની ખેડૂતોને ભેટ, 14 પાક પર MSP વધી

આ પણ વાંચો: ખેડૂત આંદોલન : ખેડૂતોને MSPની ગેરંટી આપનાર કોંગ્રેસે 2010માં કેમ સ્વામીનાથન કમિશનના અહેવાલ ફગાવ્યો, જાણો હકીકત

આ પણ વાંચો: ‘MSP ગેરંટીથી ઓછું કંઈ સ્વીકાર્ય નથી’, કિસાન મોરચાએ સરકારનો પ્રસ્તાવ ફગાવી દીધો