Morbi News/ મહીકા ગામે જમીન વિવાદમાં ત્રણ પિતરાઈ ભાઈઓએ ઝેરી દવા ગટગટાવી

ઝેરી દવા પીનાર ત્રણેય યુવાનોની ઓળખ યશ બાંભણીયા,કલ્પેશ બાંભણીયા અને વિશાલ બાંભણીયા તરીકે થઈ છે.માહિતી અનુસાર આ ત્રણેય યુવાનો એક જ પરિવારના છે.

Top Stories Gujarat Breaking News

Morbi News:મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના મહીકા ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠે રાજ્ય સરકાર દ્વારા રેતી ઉત્ખનન માટે મંજૂર કરાયેલા લીઝ વિસ્તારમાં જમીન ખાલી કરાવવાના વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. આ વિવાદના પગલે ત્રણ પિતરાઈ ભાઈઓએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્રણેય યુવાનોની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઝેરી દવા પીનાર ત્રણેય યુવાનોની ઓળખ યશ બાંભણીયા,કલ્પેશ બાંભણીયા અને વિશાલ બાંભણીયા ત રીકે થઈ છે.માહિતી અનુસાર આ ત્રણેય યુવાનો એક જ પરિવારના છે અને દાયકાઓથી પંચાયતની આ જમીનમાં ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા.તેમણે દર વર્ષે પંચાયતને (Panchayat) વેરો પણ ભર્યો હતો. પરંતુ હવે લીઝ મળ્યા બાદ લીઝધારકો અને સંચાલકો દ્વારા જમીન ખાલી કરાવવાનું દબાણ વધતું જતું હતું. આ દબાણથી માનસિક રીતે ત્રસ્ત થયેલા ત્રણેય યુવાનોએ ગુરુવારે બપોરે એકસાથે ઝેરી કીટનાશક ગટગટાવી લીધું હતું.

ઘટનાની જાણ થતાંની સાથે જ સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પ્રથમ સારવાર વાંકાનેરની સાર્વજનિક હોસ્પિટલમાં આપવામાં આવી, પરંતુ ત્રણેયની હાલત વધુ ગંભીર જોતાં તેમને રાજકોટ (Rajkot) સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ખસેડવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ત્રણેયની હાલત હજુ પણ જીવલેણ છે.વાંકાનેરના મામલતદારે જણાવ્યું હતું કે, “આ વિસ્તારમાં એકાદ મહિના પહેલાં જ લીઝની જમીનની સોંપણી કરવામાં આવી છે. નદીના પટ્ટામાં કોઈ વ્યક્તિગત માલિકીની જમીન હોતી નથી. તેથી અહીં કોઈ દબાણ હોવાની વાત સાચી નથી.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોરબીમાં પોલીસના ‘હપ્તા વસૂલીનો પર્દાફાશ, લિસ્ટ બનાવી પૈસા ઉઘરાવતા હોવાનો વીડિયો વાયરલ!

આ પણ વાંચો:મોરબીમાં લેવિસ સિરામિક ગ્રુપ સહિત 40 સ્થળોએ આવકવેરા દરોડા,અધિકારીઓ સંડોવણી….

આ પણ વાંચો:મોરબી : ટંકારાના વાછકપર ગામે પરિવારનો સામુહિક આપઘાતનો પ્રયાસ, પુત્રનું મોત