Surat News/ સુરતમાં સિંચાઈ વિભાગની કચેરીના મહિલા સિંચાઈ તલાટી 20 હજારની લાંચ લેતા ઝડપાયા

નહેરના પાણીના વેરા મામલે લાંચ લેતા ACBની જાળમાં ફસાયા

Gujarat Surat

Surat News : સુરતમાં સિંચાઈ વિભાગની કચેરીમાં કામ કરતા મહિલા સિંચાઈ તલાટી પદ્માબેન ગુમાનસિંહ ચૌધરીને રૂ.20,000 ની લાંચ લેતા ACBની ટીમે ઝડપી લીધા હતા.આ કેસની વિગત મુજબ સુરત ગ્રામ્ય એ.સી.બી.ને માહિતી મળેલ કે, વાકાનેર સેક્શન સિંચાઇ વિભાગ ખાતેની કચેરીના અધિકારી/કર્મચારીઓ ખેડૂતોની જમીન ઉપર નહેરના પાણીનો વેરો ન ભરપાઇ કરેલ હોય તે બાબતનો બોજો જે તે ખેડૂતની જમીનમાં ચડાવેલ હોય તે બોજા ઘટાડવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે રૂ.૧૫,૦૦૦/- થી રૂ.૨૫,૦૦૦/- સુધીની લાંચ લે છે.

જે આધારે વોચ રાખી છટકાનું આયોજન કરવામાં આવેલ. જેમાં સુરત નહેર પેટા વિભાગ-૩, વાકાનેર સેક્શન, સિંચાઇ વિભાગની કચેરી, ગામ: વાકાનેર, તા:બારડોલી, જી.સુરતની કચેરીમાં સિંચાઈ તલાટી પદ્માબેન ચૌધરી રૂ.20,000ની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા પુલ ધરાશાયી: જો સ્થાનિક લોકો મદદ માટે ન આવ્યા હોત તો મૃત્યુઆંક વધુ હોત

આ પણ વાંચો:LIVE: ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 10 લોકો મોતને ભેટ્યા,મૃતકોની યાદી આવી સામે

આ પણ વાંચો:ગંભીરા બ્રિજ જ નહીં રાજ્યમાં આવી અનેક દુર્ઘટના રાહ જોઈને હજી ઊભી છે