Rajkot News/ રાજકોટમાં દારૂ પ્રકરણમાં ભાજપના પ્રમુખને પોલીસનું તેડુ

વોર્ડ પ્રમુખની સીધી કે આડકતરી સંડોવણી અંગે પોલીસે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી

Gujarat Rajkot

Rajkot News : રાજકોટમાં ડીએચ કોલેજ નજીકથી એક્ટીવા પર જતા બે શખ્સોને પોલીસે અટકાવીને તપાસ કરી હતી. જેમાં તેમની પાસેથી દારૂની બોટલ મળી આવતા શહેરના એ ડિવિઝન પોલીસે બન્ને શખ્સોની અટક કરી હતી. પોલીસે બન્ને શખ્સોની પુછપરછ કરતા ભાજપના વોર્ડ નંબર 10 ના પ્રમુખ મોનિલ શાહનું નામ બહાર આવ્યું હતું. આ પ્રકરણમાં મોનીલ શાહની કોઈ ભુમિકા છે કે કેમ તેની તપાસ માટે પોલીસે વોર્ડ પ્રમુખને પુછપરછ માટે બોલાવ્યા છે.

આ બનાવની વિગત મુજબ એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ડીએચ કોલેજના ગેટ પાસેથી એક્ટિવા પર જઈ રહેલા બે શંકાસ્પદોને અટકાવ્યા હતા. તેમના વાહનની તપાસ કરતા દારૂની એક બોટલ મળી આવી હતી. પુછપરછમાં તેમના નામ શુભમપી.થાનકી અને રૂષભ કે.દેસાઈ હોવાનું બહાર આવ્યું હતું.

બીજીતરફ દારૂ પ્રકરણમાં જેનું નામ આવ્યું છે તે વોર્ડ નંબર 10ના ભાજપના પ્રમુખ મોનીલ શાહ અગાઉ પણ આ પ્રકારની ભલામણો કરતો હોવાનું સામે આવ્યું છે. જોકે અટક કરાયેલા બન્ને શખ્સો સાથે વોર્ડ પ્રમુખની સીધી કે આડકતરી સંડોવણી અંગે પોલીસે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં આપના કાર્યકરો દ્વારા BJPના ભ્રષ્ટાચારની અંતિમ યાત્રા કાઢવામાં આવી, ટ્રસ્ટ મફત સેવા આપે છે તો કોન્ટ્રાક્ટર સિસ્ટમ કેમ?’

આ પણ વાંચો:વડોદરા શહેરમાં સ્કૂલોને બોમ્બ ધમકીનો સિલસિલો યથાવત,અમીન સ્કૂલને RDXથી ઉડાવવાની ધમકી, પોલીસ તપાસમાં

આ પણ વાંચો:વડોદરામાં 12 દિવસમાં ત્રીજી સ્કૂલ નિશાના પર,સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી