Bhavnagar News : ફાયર સેફ્ટીને લગતા સાધનો લગાવવા માટે એક વ્યક્તિ પાસેથી બે લાખ(Bribery) રૂપિયાની લાંચ લેવાના ગુનામાં ભાવનગર રીજીયનના ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફિસર સહિત બે જણાની ACBએ ધરપકડ કરી હતી.
આ કેસની વિગત મુજબ ભાવનગર જીલ્લાના અલગ અલગ તાલુકામાં આવેલ અલગ અલગ સરકારી શાળાઓની બિલ્ડીંગમાં ફાયર સેક્ટીને લગતા સાધનો ઇન્સ્ટોલમેન્ટ કરવા અંગેનો પેટા કોન્ટ્રાક્ટ રાખ્યો હતો. જેમાં 79 જેટલી સરકારી શાળાઓમાં ફાયર સેફટીના લગતા સાધનોનુ ઇન્સ્ટોલમેન્ટનુ કામ પુર્ણ કરી ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફીસર પાસેથી ફાયર સેક્ટી પ્લાન એપ્રુવલ તથા ફાયર સેક્ટી સર્ટીફીકેટ એપ્રુવલ મેળવવા ઓન લાઇન અરજીઓ કરી હતી.
જે મંજુર થયેલ અરજીઓ તથા મંજુર થવા પર બાકી અરજીઓના વ્યવહાર પેટે સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસના ભાવનગર રીજીયનના ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફિસર આરોપી મહેશ અમૃતભાઇ પટેલે રૂ. 5,00,000ની માંગણી કરી હતી. જે પૈકી અગાઉ મહેશ પટેલ મારફતે રૂ.50,000 લઇ લીધા હતા અને બાકીના રૂપિયા રૂ.4,50,000 આરોપી પ્રકાશ ગીરીશભાઇ ચૌહાણ (પ્રજાજન)ને આપી દેવાનુ જણાવ્યું હતું.
આરોપી પ્રકાશ ચૌહાણ ફરીયાદી પાસેથી લાંચBribery)ના નાણા રૂ. 2,00,000 સ્વીકારી સ્થળ પર પકડાઇ ગયો હતો
બીજીતરફ ફરીયાદી પાસે રૂ.2,00,000 ની સગવડ થઈ હોવાથી આજ રોજ લાંચના રૂપિયા આપવાનો વાયદો કરેલ હતો પરંતુ ફરીયાદી આ લાંચના નાણા આપવા માંગતા ન હતા. આથી ફરીયાદીની ફરીયાદને આધારે સર ટી હોસ્પીટલના ગેટ નંબર – 2 પાસે, એસ.બી.આઇ. એટીએમ સામે ACBએ જાળ બિછાવી હતી. જેમાં આરોપી પ્રકાશ ચૌહાણ ફરીયાદી પાસેથી લાંચના નાણા રૂ. 2,00,000 સ્વીકારી સ્થળ પર પકડાઇ ગયો હતો. તથા આરોપી મહેશ પટેલ તેની કચેરી ખાતેથી હાજર મળી આવતા બન્ને આરોપીઓએ એકબીજાના મેળાપીપણાથી ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યો હતો.
