Surendranagar News/ સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાઓને મદદ કરતું નેટવર્ક ઝડપાયું, 40થી વધુ શખ્સો પોલીસ કસ્ટડીમાં

Surendranagarના સાયલા, મુળી અને થાનમાં ભૂમાફિયાઓ માટે સરકારી અધિકારીઓની રેકી કરતા 40થી વધુ શખ્સોની ધરપકડ. વોટ્સએપ ગ્રુપ દ્વારા રેડની માહિતી લીક કરવાનું મોટું કૌભાંડ બસ્ટ.

Gujarat Top Stories Others
Surendranagar Mining Mafia Spy Arrest

Surendranagar Mining Mafia Spy Arrest: સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ભૂમાફિયાઓ સામે પોલીસે અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ખનીજ માફિયાઓને સરકારી અધિકારીઓની પળેપળની ગુપ્ત માહિતી પૂરી પાડવાના આરોપસર પોલીસે એકસાથે 40થી વધુ શખ્સોની ધરપકડ કરી લેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસની આ આકસ્મિક કાર્યવાહી મુળી, સાયલા અને થાન તાલુકાઓમાં એકસાથે હાથ ધરવામાં આવી હતી.

Surendranagar : અધિકારીઓની ગાડીઓ પાછળ બાઇક દોડાવી કરતા હતા ‘રેકી’

પોલીસની પ્રાથમિક તપાસમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે કે, પકડાયેલા આ તમામ શખ્સો ખનીજ માફિયાઓ દ્વારા પ્લાન્ટ કરાયેલા ‘જાસૂસ’ હતા. તેઓ ખાણ-ખનીજ વિભાગ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની કચેરી કે ઘરની બહાર વોચ રાખતા હતા. અધિકારીઓ ક્યારે નીકળે છે, કઈ ગાડીમાં જાય છે અને કયા રૂટ પર જવાના છે, તેની બાઇક કે કાર દ્વારા પીછો કરીને સતત રેકી કરવામાં આવતી હતી.

Surendranagar Mining Mafia Spy Arrest

ખાસ WhatsApp ગ્રુપ બનાવી લીક થતી હતી માહિતી

આ નેટવર્ક એટલું વ્યવસ્થિત ચાલતું હતું કે તેના માટે સોશિયલ મીડિયા પર ખાસ વોટ્સએપ ગ્રુપો બનાવવામાં આવ્યા હતા. અધિકારીઓ જેવી જ ગેરકાયદેસર ખનનવાળા વિસ્તારો તરફ જવા નીકળે કે તરત જ આ ગ્રુપોમાં મેસેજ અને લોકેશન શેર કરી દેવાતા હતા. આ બાતમી મળતા જ ખાણ પર હાજર ભૂમાફિયાઓ પોતાના મશીનો અને વાહનો લઈને રફુચક્કર થઈ જતા હતા. આ ડિજિટલ લીકેજના કારણે અત્યાર સુધી તંત્રની અનેક રેડ નિષ્ફળ ગઈ હતી અને રાજ્ય સરકારને મોટા પાયે આર્થિક નુકસાન થતું હતું.

ASP અને બે DySP સહિતના કાફલાએ ઓપરેશન પાર પાડ્યું

આ નેટવર્કને તોડવા માટે સુરેન્દ્રનગર પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એક સ્પેશિયલ પ્લાન ઘડવામાં આવ્યો હતો. આ મેગા ઓપરેશનમાં સુરેન્દ્રનગરના એએસપી (ASP), લીંબડી અને ચોટીલાના ડીવાયએસપી (DySP), તેમજ સાયલા, મુળી અને થાનના પીઆઈ (PI) અને પીએસઆઈ (PSI) સહિતની વિશાળ પોલીસ ટીમ જોડાઈ હતી. પોલીસે એકસાથે દરોડા પાડીને ટેકનોલોજીના દુરુપયોગ દ્વારા માફિયાઓને મદદ કરતા ૪૦ થી વધુ શખ્સોને દબોચી લીધા છે અને તેમના મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે.


આ પણ વાંચો: ભૂમાફિયાઓ પર લુણાવાડાના કલેક્ટરની સર્જિકલ સ્ટ્રાઈક

આ પણ વાંચો: ભૂમાફિયાઓ સામે સખ્ત કાર્યવાહી, ખનીજ ચોરીના 2 કેસમાં 60 લાખનો મુદ્દામાલ જપ્ત

આ પણ વાંચો: પાટણમાં ભૂમાફિયાઓ સામે ખાણ-ખનીજ વિભાગે લાલ આંખ કરી