Kutch News/ રાપર પોલીસના સરપ્રાઈઝ કોમ્બિંગમાં બુટલેગરોથી લઈ અસામાજિક તત્વોનું ચેકિંગ

કચ્છના પૂર્વમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બનાવવા તેમજ પ્રોહિબિશન, જુગાર અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા રાપર પોલીસ દ્વારા ભચાઉ ડિવિઝન સાથે મળીને વિશાળ સરપ્રાઈઝ કોમ્બિંગ (Combing) ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

Gujarat Others Breaking News

Rapar News: કચ્છના પૂર્વમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બનાવવા તેમજ પ્રોહિબિશન, જુગાર અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા રાપર પોલીસ દ્વારા ભચાઉ ડિવિઝન સાથે મળીને વિશાળ સરપ્રાઈઝ કોમ્બિંગ (Combing) ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પોલીસની વિવિધ ટીમોએ રાત્રિ દરમિયાન રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન ચેકિંગ, વાહન તપાસ અને શંકાસ્પદ ઇસમો પર નજર રાખી અસરકારક કામગીરી કરી હતી.

કચ્છમાં Combingમાં પોલીસની લાલ આંખ

બોર્ડર રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ વડા સાગર બાગમાર તેમજ ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ઓપરેશન ગોઠવાયું હતું. રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણા દ્વારા અલગ અલગ ટીમો બનાવી કામગીરીનું સુચિત આયોજન કરવામાં આવ્યું હતું.

Combing ઓપરેશનમાં કચ્છ પોલીસ ત્રાટકી, સરપ્રાઇઝ કામગીરી
Combing ઓપરેશનમાં કચ્છ પોલીસ ત્રાટકી, સરપ્રાઇઝ કામગીરી

Combing ઓપરેશનમાં પોલીસની ઘનિષ્ઠ તપાસ

આ કોમ્બિંગ ઓપરેશનમાં એક નાયબ પોલીસ વડા, એક પોલીસ ઇન્સ્પેક્ટર, ત્રણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને કુલ 39 પોલીસ કર્મચારીઓ સહિત 44 અધિકારીઓ અને જવાનો જોડાયા હતા. ટીમોએ પ્રોહીબીશન તથા ચોરી જેવા ગુનાઓમાં અગાઉ પકડાયેલા ઇસમોના રહેઠાણોની તપાસ કરી હતી. ઉપરાંત જાણીતા બુટલેગરો, જુગારીઓ, એચ.એસ. અને એમ.સી.આર. હેઠળ નોંધાયેલા ઇસમો તેમજ ભાડુઆત ચેકિંગ પણ હાથ ધરાયું હતું.

પોલીસે આ કાર્યવાહી દરમિયાન પ્રોહીબીશન સંબંધિત 14 કેસ નોંધ્યા હતા જ્યારે જાહેરનામા ભંગના 4 કેસ અને જી.પી. એક્ટ હેઠળ બે કેસ નોંધાયા હતા. ઉપરાંત બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ પણ કેસો દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે 47 જેટલા જાણીતા પ્રોહી બુટલેગરો પર નીલ રેડ કરીને તેમની હિલચાલ પર નજર રાખી હતી.

Combing ઓપરેશનમાં કચ્છ પોલીસ ત્રાટકી, સરપ્રાઇઝ કામગીરી
Combing ઓપરેશનમાં કચ્છ પોલીસ ત્રાટકી, સરપ્રાઇઝ કામગીરી

પોલીસે અનેક વાહનો જપ્ત કર્યા

વાહન ચેકિંગ દરમિયાન મોટર વ્હીકલ એક્ટ હેઠળ 10 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા, જ્યારે અનેક વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સ્થળ દંડ રૂપે રૂ. 11 હજારની વસૂલાત પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત સેકડો વાહનોની તપાસ સાથે શંકાસ્પદ ઇસમોની પૂછપરછ કરવામાં આવી હતી.

કોમ્બિંગ દરમિયાન હોટલ, ધાબા, અવાવરુ જગ્યાઓ અને સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ હાથ ધરાઈ હતી. દંગા પડાવ તરીકે ઓળખાતા વિસ્તારોમાં ખાસ પેટ્રોલિંગ કરી અસામાજિક તત્વો પર કડક નજર રાખવામાં આવી હતી.

રાપર તથા ભચાઉ ડિવિઝન પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા આવનારા સમયમાં પણ આવી સરપ્રાઈઝ કોમ્બિંગ અને સઘન ચેકિંગ કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.


આ પણ વાંચો : Kutch Congressમાં ભૂકંપ! ટિકિટોના ‘સોદા’ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે મહિલા નેતાએ છોડ્યો પક્ષ

આ પણ વાંચો : ભૂજ થી નખત્રાણા ૪૫ કિ.મી. રોડ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર તરીકે ૯૩૭ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે

આ પણ વાંચો : ફેસબુક પર “એક લાખના પાંચ લાખ” અને સસ્તા સોનાની લાલચ આપનારનો પર્દાફાશ, આરોપીની ધરપકડ