Surat News: સુરત(Surat)ના ગોયાણી-વિરાણી પરિવારને અયોધ્યાથી પરત ફરતી વખતે અકસ્માત (Road Accident) નડ્યો છે, જેમાં પરિવારના 4 લોકોના ઘટનાસ્થળે મોત થયું છે અને 1 વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. હાલ સુરત પોલીસે (Surat Police) ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સુરતમાં આજે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અયોધ્યાથી પરત ફરતા સમયે પરિવારને અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં પરિવારના 4 લોકોના મોત થયા છે તેમજ એક ઈજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિજ ઉપર જતી કારને ધુમ્મસના કારણે કંઈ દેખાયું નહીં હોવાનું અનુમાન માનવામાં આવી રહ્યું છે. આગળ જતી ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાતા ઘટના સર્જાઈ હતી.

સાળા-બનેવી પરિવાર સહિત ધાર્મિક પ્રવાસે ગયા હતા. પ્રયાગરાજ (Prayagraj) મહાકુંભમાં પણ પરિવારે ડુબકી લગાવી હતી. અકસ્માતમાં કારના આગળનો ભાગનો કચ્ચરઘાણ વળી જતાં પરિવારના 4 લોકો મોતને (Death) ભેટ્યાં હતા. સુરતના મોટા વરાછા વિસ્તારમાં પરિવાર રહેતો હતો. બન્ને પરિવારો મૂળ અમરેલીના ગારીયાધાર તાલુકાના વતની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આજે બપોર બાદ તમામના મૃતદેહ સુરત પહોંચે તેવી શક્યતા છે.
આ પણ વાંચો:પંચમહાલમાં એસ.ટી. બસનો અકસ્માત, 17 મુસાફરો સહિત ડ્રાઈવર ઈજાગ્રસ્ત
આ પણ વાંચો:હરિયાણામાં સ્કૂલ બસ અકસ્માતમાં શિક્ષણમંત્રીએ તપાસના આદેશ આપ્યા
આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં બસ અકસ્માતમાં બે લોકોના મોત , અનેક ઘાયલ
