સુરત/ પુણામાં પાંચ વર્ષીય બાળકીનું બદકામ કરવા માટે અપહરણ કરનાર ઝડપાયો

સુરત શહેરમાં નાની નાની બાળકીઓ પર બળાત્કાર અને હત્યાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે અનેકવાર આવી ઘટનાઓ બની છે જેમાં બાળકીને પિંખી નાખી એની હત્યા કરવામાં આવી છે

Gujarat Surat

@દિવ્યેશ પરમાર 

Surat News:  સુરતના પુણા વિસ્તારમાં ઝારખંડના યુવકે એક માસુમ બાળકીનું બદકામ કરવાના ઇરાદે અપહરણ કર્યું હતું જોકે પોલીસને જાણ થતા સીસીટીવીના આધારે આરોપીનું પગેરું શોધી ગણતરીના કલાકોમાં આરોપીને પકડી બાળકીને હેમખેમ મુક્ત કરાવી હતી પુણા પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્સ્ટ્રકશન કર્યું હતું

સુરત શહેરમાં નાની નાની બાળકીઓ પર બળાત્કાર અને હત્યાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે અનેકવાર આવી ઘટનાઓ બની છે જેમાં બાળકીને પિંખી નાખી એની હત્યા કરવામાં આવી છે જોકે આવા નરાધમો સામે પોલીસે કાર્યવાહી કર્યા બાદ નામદાર કોર્ટ દ્વારા ફાંસીની સજાનો હુકમ પણ કરવામાં આવ્યો છે પરંતુ હજુ પણ આવી ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના પુણા સીતા નગર ચોક પાસે રહેતી એક પાંચ વર્ષીય બાળકી પોતાના ઘર પાસે એકલી રમી રહી હતી અને તે સમયે જ એક નરાધમ ત્યાંથી પસાર થતાં આ બાળકીને એકલી જોઈ હતી અને બાળકીનું અપરણ કરી ભાગી છૂટ્યો હતો.

ત્યારબાદ નજીકમાં જ રહેતા આ નરાધમે પોતાના ઘરમાં જઈ આ બાળકી સાથે બદકામ કરવાનો ઈરાદો બનાવ્યો હતો. પરંતુ ત્યાં અન્ય લોકો હાજર હોય ત્યાંથી નીકળી બાળકીને અન્ય જગ્યાએ લઈ ગયો હતો. જોકે બાળકી ગુમ થતા બાળકીના માતા પિતાએ તાત્કાલિક પુણા પોલીસને જાણ કરી હતી જેમાં પુણા પોલીસ તરત એક્શનમાં આવી સીસીટીવી તપાસી આરોપીનું પગેરું શોધી કાઢ્યું હતું અને માત્ર ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડી આ માસુમ પાંચ વર્ષીયબાળકીને મુક્ત કરાવી હતી પુણા પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રીકન્ટ્રક્શન કર્યું હતું.



આ પણ વાંચો:લાલપુરના મોડપર ગામમાં બે સગી બહેનોના અપહરણ, પરિવારની ચિંતામાં વધારો

આ પણ વાંચો:SMCની બેદરકારીથી મહિલાઓને ભારે હાલાકી, જાહેરાત બાદ પણ લાભ ન મળતા ભારે રોષ

આ પણ વાંચો:ડોક્ટર યુવતી સાથે પહેલા દુષ્કર્મ અને પછી વીડિયો વાયલર કરવાની ધમકી આપી કર્યું આવું કામ…

આ પણ વાંચો:સુરતમાં યોજાયો અનોખો દિવાળી સ્નેહમિલન સમારોહ