Vadodara News/ વડોદરા : ધોરણ 11નો વિદ્યાર્થી કેનાલમાં તણાયો

છેલ્લા 15 દિવસમાં શહેરની કેનાલોમાં તણાઈ (Dragged)જવાના અનેક બનાવો સામે આવ્યા છે

Gujarat Vadodara
ધોરણ 11માં અભ્યાસ કરતા અને ફૂટબોલ ખેલાડી કિશોરનું કેનાલમાં તણાઈ(Dragged) જવાથી મોત થયું છે

Vadodara News : વડોદરામાં દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં ધોરણ 11માં અભ્યાસ કરતા અને ફૂટબોલ ખેલાડી કિશોરનું કેનાલમાં તણાઈ(Dragged) જવાથી મોત થયું છે.

સેવાસી વિસ્તારથી પસાર થતી કેનાલ પાસે 25 માર્ચની સવારે આ ઘટના બની હતી. અટલાદરા વિસ્તારમાં આવેલી જીપીએસ સ્કૂલમાં ભણતો હર્ષવર્ધન ક્ષત્રી પોતાના ઘરેથી એક્ટિવા લઇને નીકળ્યો હતો અને રસ્તામાં પોતાના મિત્ર ઓમ દુબેને સાથે લીધો હતો. બંને સેવાસી કેનાલ પાસે પહોંચ્યા બાદ ત્યાં વડાપાઉ ખાઈ રહ્યા હતા.

પગ લપસતા તે સીધો પાણીમાં ખાબક્યો અને પાણીના પ્રવાહમાં ગરકાવ(Dragged) થઈ ગયો

નાસ્તા બાદ હર્ષવર્ધન હાથ અને મોં ધોવા માટે કેનાલ(Canal) તરફ ઉતર્યો હતો. ઢાળવાળી જગ્યાએ પગ લપસતા તે સીધો પાણીમાં ખાબક્યો અને પાણીના પ્રવાહમાં ગરકાવ(Dragged) થઈ ગયો. આ ઘટનાને જોઈ તેનો મિત્ર ગભરાઈ ગયો અને તરત જ પરિવારજનોને જાણ કરી.

માહિતી મળતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને બોટ દ્વારા શોધખોળ શરૂ કરી, પરંતુ સાંજ સુધી કોઈ પત્તો લાગ્યો નહોતો. અંતે બીજા દિવસે પાદરા નજીક કેનાલમાં કિશોરનો મૃતદેહ મળી આવ્યો, જે ઘટના સ્થળથી અંદાજે 4–5 કિલોમીટર દૂર હતો. ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢીને પોલીસને સોંપ્યો હતો.

હર્ષવર્ધન ક્ષત્રી એક પ્રતિભાશાળી ફૂટબોલ ખેલાડી હતો અને તેણે ક્લસ્ટર ટૂર્નામેન્ટમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. તેની અચાનક મૃત્યુથી પરિવાર તેમજ મિત્રો વચ્ચે શોકની લાગણી છવાઈ ગઈ છે.

આ બનાવ અંગે પાદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે છેલ્લા 15 દિવસમાં શહેરની કેનાલો(Canal) તણાઈ જવાના અનેક બનાવો સામે આવ્યા છે, જેને લઈને સલામતી અંગે પ્રશ્નો ઊભા થયા છે.


આ પણ વાંચો : રંગોત્સવ પર લાગ્યું ગ્રહણ! ગુજરાતમાં એક જ દિવસમાં 23ના ડૂબી જવાથી મોત, જાણો ક્યાં બની ઘટના?

આ પણ વાંચો : સુરતમાં ધુળેટીનો આનંદ માતમમાં ફેરવાયો! કીમ નદીમાં ન્હાવા પડેલા ૩ યુવાનોના ડૂબી જવાથી મોત

આ પણ વાંચો : કોડિનારમાં માતા સહિત બે બાળકીના ડૂબી જવાથી મોત