Not Set/ ગૃહમંત્રી પ્રદીપસિંહને કેન્સર: હેલ્થ બુલેટિન જાહેર, 72 કલાક ICUમાં રખાશે

અમદાવાદ, ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની તબિયત લથડતાં મોડી રાત્રે હોસ્પિટલમાં ખસેડાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે આ અંગે હોસ્પિટલ તરફથી મંગળવારે સવારે 11.15 વાગ્યે તેમનું હેલ્થ બુલેટીન જાહેર કરવામાં આવ્યું હતું. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે પ્રદીપસિંહને હજી 72 કલાક સુધી આઈસીયુમાં જ રાખવામાં આવશે. મળતી માહિતી મુજબ સોમવારની મોડી સાંજે તબિયત નાદુરસ્ત હોવાની પ્રદિપસિંહએ ફરિયાદ […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની તબિયત લથડતાં મોડી રાત્રે હોસ્પિટલમાં ખસેડાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે આ અંગે હોસ્પિટલ તરફથી મંગળવારે સવારે 11.15 વાગ્યે તેમનું હેલ્થ બુલેટીન જાહેર કરવામાં આવ્યું હતું. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે પ્રદીપસિંહને હજી 72 કલાક સુધી આઈસીયુમાં જ રાખવામાં આવશે.

મળતી માહિતી મુજબ સોમવારની મોડી સાંજે તબિયત નાદુરસ્ત હોવાની પ્રદિપસિંહએ ફરિયાદ કરતાં તેમને મોડી રાત્રે હોસ્પિટલ ખસેડાયા હતા.

ગૃહપ્રધાન પ્રદીપસિંહને સારવાર HCG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમને ગળાનું કેન્સર હોવાનું નિદાન થયું છે. ઓપરેશન પછી તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે.

વટવા બેઠક પરથી બીજેપીના ધારાસભ્ય

હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. તેમને ICUનાં રૂમ. નંબર-8માં રાખવામાં આવ્યાં છે. પ્રદીપસિંહ હાલ અમદાવાદની વટવા બેઠક પરથી બીજેપીના ધારાસભ્ય છે. તેમણે બીએસસી(કેમેસ્ટ્રી)નો અભ્યાસ કર્યો છે.

1962માં જન્મેલા જાડેજા કેમિકલ કન્સલ્ટન્સીનો બિઝનેસ કરે છે. ધારાસભ્ય પહેલા તેઓ ભાજપ યુવા મોરચામાં અગ્રણી તેમજ અમદાવાદના ધારાસભ્ય મ્યુનિસપિલ કોર્પોરેશનમાં કોર્પોરેટર રહી ચૂકયાં છે. ૧૧મી અને ૧૨મી વિધાનસભામાં સભ્ય તરીકે તેઓ ચૂંટાઇ આવ્યા છે.