Ahmedabad News:સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPIA) પર આજે સવારથી વાદળછાયું વાતાવરણ અને ઓછી વિઝિબિલિટીના કારણે ફ્લાઇટ (Ahmedabad Airport Flight Delay) સેવાઓમાં ભારે વિક્ષેપ સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આજે અમદાવાદ આવતી અને જતી આશરે 25થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે, જેના કારણે હજારો મુસાફરોએ એરપોર્ટ પર લાંબા સમય સુધી રાહ જોવી પડી છે અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ્સ પરથી મળેલી વિગતો અનુસાર, હાલમાં સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વાદળછાયા વાતાવરણ સાથે તાપમાન આશરે 22°C આસપાસ છે અને વિઝિબિલિટી (Visibility) માત્ર 2 માઇલ જેટલી જ છે. આ પરિસ્થિતિ લેન્ડિંગ અને ટેકઓફ બંનેમાં અવરોધ ઊભો કરી રહી છે, જેના કારણે ફ્લાઇટ્સને વારાફરતી રાહ જોવી પડી રહી છે.

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ્સ મોડી (Ahmedabad Airport Flight Delay)
મુખ્યત્વે ઉત્તર અને પૂર્વ ભારતના રૂટ પરની ફ્લાઇટ્સ પર વધુ અસર જોવા મળી છે. આગ્રા, ચંદીગઢ, ભુવનેશ્વર, દિલ્હી, મુંબઈ સહિતના મુખ્ય શહેરોની ફ્લાઇટ્સમાં નોંધપાત્ર વિલંબ નોંધાયો છે. કેટલીક ફ્લાઇટ્સ (Ahmedabad Airport Flight Delay) ને રનવે પર રાહ જોવી પડી રહી છે, જ્યારે કેટલીકને લેન્ડિંગ માટે વધારાના ચક્કર લગાવવા પડ્યા છે.

ફ્લાઇટ્સના વિલંબને કારણે ટર્મિનલમાં મુસાફરોની ભીડ વધી ગઈ છે. ઘણા મુસાફરો કલાકો સુધી વેઇટિંગ એરિયામાં બેસી રહ્યા છે. ખાસ કરીને કનેક્ટિંગ ફ્લાઇટ્સ (Ahmedabad Airport Flight Delay) પકડવાના મુસાફરોને સૌથી વધુ મુશ્કેલી પડી છે કેટલાકને આગળની ફ્લાઇટ ચૂકી જવાની નોબત આવી છે. એરપોર્ટ પર અસંતોષ જોવા મળ્યો હતો, જેમાં મુસાફરોએ એરલાઇન્સ અને એરપોર્ટ સ્ટાફ પાસે વધુ સારી વ્યવસ્થા અને માહિતીની માગણી કરી હતી.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.હવામાનમાં સુધારો થતાં જ ફ્લાઇટ (Ahmedabad Airport Flight Delay) ઓપરેશન્સ ધીમે ધીમે સામાન્ય થશે. હાલમાં ફ્લાઇટ લેટનો સિલસિલો ચાલુ છે.
આ પણ વાંચો: સ્પાઇસજેટની કંડલાથી મુંબઈ જતી ફ્લાઈટનું વ્હીલ તૂટીને નીચે પડ્યું, સુરક્ષિત લેન્ડિંગ કરાયું
આ પણ વાંચો: માત્ર 1515 રૂપિયામાં હવાઈ મુસાફરી, સ્વતંત્રતા દિવસ પર સ્પાઇસજેટની ખાસ ઓફર
આ પણ વાંચો: સ્પાઇસજેટમાં પેસેન્જરે ક્રૂ સાથે ગેરવર્તણૂક કરતા ઉતારી દેવાયો
