Ahmedabad News/ અમદાવાદના પોશ વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવોમાં ચોંકાવનારો ખુલાસો, 90% આરોપીઓ ઘરઘાટી જ નીકળ્યા!

અમદાવાદના ઘણા વિસ્તારોમાં થયેલી ચોરીઓ (Posh area house theft)માં 90% આરોપીઓ ઘરમાં કામ કરતા ઘરઘાટીઓ જ હતા.ઘરઘાટી ઘરની અંદરની દરેક નાની-મોટી માહિતી જાણે છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Posh area house theft

Ahmedabad News:અમદાવાદના સિંધુભવન રોડ, બોડકદેવ, રાજપથ રંગોલી રોડ, ઇસ્કોન-આંબલી રોડ અને મહંમદપુરા-VIP રોડ જેવા અત્યંત પોશ અને સુરક્ષિત માનવામાં આવતા વિસ્તારોમાં તાજેતરના સમયમાં ઘરફોડ ચોરી (Posh area house theft) ના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ વિસ્તારોમાં ઉદ્યોગપતિઓ (Businessmen), બિલ્ડરો (Builders), કંપની માલિકો તેમજ રાજકીય પ્રભાવશાળી વ્યક્તિઓના કરોડો રૂપિયાના બંગલાઓ આવેલા છે. આ બંગ્લાઓમાં CCTV કેમેરા, પ્રાઈવેટ સિક્યુરિટી ગાર્ડ અને અન્ય આધુનિક સુરક્ષા વ્યવસ્થાઓ હોવા છતાં ચોરી (Theft)ના બનાવો અટકતા નથી. આ બનાવોમાં સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો એ છે કે 90 ટકા કેસમાં આરોપીઓ ઘરઘાટી જ નીકળ્યા છે.

બોડકદેવ અને સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં આવતા મોટાભાગના ઘરફોડ ચોરી (Posh area house theft)ના કેસોની તપાસમાં પોલીસને આ ચોંકાવનારી વાત સામે આવી છે. પોલીસ અધિકારીઓ અનુસાર,આ વિસ્તારોમાં થયેલી ચોરીઓમાં 90% આરોપીઓ ઘરમાં કામ કરતા ઘરઘાટીઓ જ હતા. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે ઘરઘાટી ઘરની અંદરની દરેક નાની-મોટી માહિતી જાણે છે.કુટુંબના સભ્યો ક્યારે ઘરમાંથી બહાર જાય છે, ક્યારે પરત આવે છે તેની સચોટ જાણકારી હોય છે.દાગીના, રોકડ કે મૂલ્યવાન વસ્તુઓ ક્યાં રાખવામાં આવે છે તે જાણતા હોય છે. CCTV કેમેરાના બ્લાઈન્ડ સ્પોટની પણ સંપૂર્ણ જાણકારી હોય છે.

થોડા સમય પહેલા પૂર્વ મંત્રીના સંબંધીના બંગલામાં થઈ હતી ચોરી (Posh area house theft) 

આ બધી આંતરિક માહિતીને કારણે ચોરીને અંજામ આપવાનું તેમના માટે અત્યંત સરળ બની જાય છે અને તેઓ બિન્દાસપણે ગુનો કરી શકે છે.થોડા મહિના પહેલાં સિંધુભવન રોડ પર એક પૂર્વ મંત્રીના સંબંધીના બંગલામાં છરીની ધમકી આપીને બંધક બનાવી લૂંટ  (Posh area house theft) કરવાની ઘટના બની હતી. આ કેસમાં પણ આરોપી ઘરઘાટી જ નીકળ્યો હતો.

આશ્ચર્યની વાત એ છે કે કરોડોની મિલ્કત ધરાવતા લોકો પણ ઘરમાં રાખેલા ઘરઘાટી, ડ્રાઈવર, કૂક, ગાર્ડ જેવા કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન કરાવવામાં બેદરકારી દાખવે છે. પોલીસના મતે આ બેદરકારી જ ગુનેગારોને સીધી તક આપી રહી છે.સરખેજ વિસ્તારમાં માત્ર 20% ઘરઘાટીઓ (Posh area house theft) નું જ પોલીસ વેરિફિકેશન થાય છે.બોડકદેવ વિસ્તારમાં આ આંકડો 35% જ છે.એટલે કે 60થી 80 ટકા કર્મચારીઓ કોઈ પણ ઓળખ-ચકાસણી વગર ઘરમાં પ્રવેશ કરી શકે છે.


આ પણ વાંચો:અમદાવાદમાં જૈન દેરાસરમાં ચાંદીની ચોરીમાં પૂજારીએ ટુકડે-ટુકડે ચાંદી કાઢી

આ પણ વાંચો:અમદાવાદના બારેજામાં એક જ રાતમાં 16થી વધુ દુકાનોમાં ચોરી, વેપારીઓમાં રોષ

આ પણ વાંચો:અમદાવાદ શહેરમાં ચોરીનો બનાવ, આરોપીઓ નીકળ્યા પિતા-પુત્રી