અમદાવાદ/ કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે નવી સિંહ સિંહણની જોડી, દત્તક લીધા બાદ થશે નામકરણ

કાંકરિયા ઝૂમાં જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી સિંહ અને સિંહણની જોડી લાવવામાં આવી છે. હવે કાંકરિયા ઝૂમાં કુલ બે સિંહ અને સિંહણની જોડી થઈ ગઈ છે.

Ahmedabad Gujarat
કાંકરિયા

અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે આજે નવી સિંહ સિંહણ ની જોડી ને  મુલાકાતીઓ માટે મૂકવામાં આવી છે.1 મહિના પહેલા આ સિંહ સિંહણની જોડીને સક્કરબાગ ઝૂઓલોજીકલ પાર્ક, જુનાગઢથી 8 માર્ચના દિવસે લાવવામાં આવી હતી જે બાદ 1 મહિનામાં અમદાવાદનાં વાતાવરણને અનુકૂળ થયા બાદ આ જોડીને મુલાકાતીઓને નિહાળવા માટે મૂકવામાં આવી છે. સામન્ય રીતે જંગલ વિસ્તારમાં સિંહ અને સિંહણ નું આયુ મર્યાદા 15 વર્ષ ની હોય છે પરંતુ કોઈ પણ ઝુ માં સિંહ સિંહણનું જીવન 22 થી 25 વર્ષ નું હોય છે.ત્યારે નવા આવેલા સિંહ અને સિંહણ 4 વર્ષ ના હોવાથી તે પ્રકારે ઝુ માં આ સિંહ સિંહણ ની દેખરેખ રાખવામાં આવશે.

અમદાવાદ કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં હાલમાં વાઘ- 02, રીંછ-01, દિપડા-06, હાથી-01, શિયાળ-17, હિપોપોટેમસ-02, તથા અંબર સિંહ અને જાનકી સિંહણની એક જોડી હતી તેમાં સિંહ-સિંહણ સકકરબાગ ઝૂમાંથી લાવ્યા બાદ હવે સિંહ સિંહણની સંખ્યા કુલ 4 (બે જોડી) થઈ છે. આર.કે સાહુએ ઉમેર્યું હતું કે, એશિયાટિક લાયનના કન્વવેરઝેશન પણ કરવામાં આવશે અને તેઓના બચ્ચાને અન્ય પ્રાણી સંગ્રહાલય દ્વારા માંગવામાં આવશે તો તેમને પણ આપવામાં આવશે.

આ પણ વાંચો :ગાંધીનગરમાં કોરોના બ્લાસ્ટ, ગુજરાત નેશનલ લો યુનિમાં 15 વિદ્યાર્થીઓ પોઝિટિવ

આ પણ વાંચો :અડાજણમાં ઓનલાઈન સટ્ટાનું રેકેટ ઝડપાયું, ખુલ્યું દુબઈ કનેક્શન

આ પણ વાંચો :લુણામાં આચાર્યએ વિદ્યાર્થીને માર્યો માર, પોલીસે CCTV કબ્જે કરી હાથધરી તપાસ

આ પણ વાંચો :જનતા પર વધુ એક મોંઘવારીનો માર,હવે સુમુલ ડેરીએ પણ છાશના ભાવમાં કર્યો વધારો