Anand News: આણંદ જિલ્લાના ઉમરેઠ વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ (Rape)ની ગંભીર ઘટના સામે આવી છે, જેને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
સગીરા સાથે Rape
મળતી માહિતી અનુસાર, એક યુવકે સગીરા સાથે દુષ્કર્મ (Rape) આચર્યું હોવાનો આરોપ છે. ઘટના સામે આવતા જ પીડિત પક્ષ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને પોક્સો (POCSO) હેઠળ ગુનો નોંધ્યો છે.
પોલીસે ઝડપી તપાસ ચલાવી ગણતરીના કલાકોમાં જ આરોપી ઈરફાન મહંમદ મકસુદ શેખને ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ બાદ તેની મેડિકલ તપાસ સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય! 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહનો ગર્ભપાત કરાવવાની મંજૂરી
આ પણ વાંચો:અમદાવાદમાં ફાયર મેનની દીકરી સાથે દુષ્કર્મ કરનારો ઝડપાયો
આ પણ વાંચો:સુરતમાં ખાખી શર્મસાર! રાંદેરમાં હોમગાર્ડે પરિણીતા સાથે દુષ્કર્મ આચરી લાખોની લૂંટ ચલાવી
