Surat News: સુરતના કતારગામ વિસ્તારમાંથી માનવતાને હચમચાવી નાંખે તેવી હત્યાની ઘટના સામે આવી છે. ગોટાળાવાડી ચાર રસ્તા પાસે આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાન( Christian cemetery)માંથી રાત્રે માથા વગરનો યુવાનનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
Christian cemetery: કબ્રસ્તાનમાંથી મળ્યો માથા વગરનો મૃતદેહ
મૃતદેહ પરથી માથું ગાયબ હતું અને શરીર પર કપડાં પણ નહોતા. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારી(Senior Police Officer)ઓ સહિતનો કાફલો, એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી હત્યાની આશંકા સાથે તપાસ શરૂ કરી હતી. તપાસમાં મૃતકનું માથું રેલવે ટ્રેક નજીકથી મળી આવ્યું હતું. શરૂઆતમાં મૃતદેહની ઓળખ છુપાવવા માટે હત્યા કરી માથું અલગ કરાયું હોવાની શંકા હતી.
મૃતક ઓરિસ્સાનો વતની સંજય
તપાસ દરમિયાન મૃતકની ઓળખ સંજય તરીકે થઈ હતી. સંજય મૂળ ઓરિસ્સા(Odisha)નો વતની હતો અને સુરત(surat)ના કાંસાનગર વિસ્તારમાં આવેલા એક સંચા ખાતામાં કામ કરતો હતો. પ્રાથમિક તપાસ મુજબ, સંજયે સંચા ખાતામાં સાથે કામ કરતા સચેન્દ્ર પાસેથી આશરે 30 હજાર ઉછીના લીધા હતા. આ નાણાંને લઈને બંને વચ્ચે વિવાદ થયો હતો. ત્યારબાદ સચેન્દ્ર પોતાની બાઈક પર પુત્ર સાથે સંજયને કારખાનેથી પોતાના ઘરે લઈ ગયો હતો.
પત્ની સાથે મળી હત્યાનો આરોપ
આરોપ છે કે સચેન્દ્રએ પોતાની પત્ની સાથે મળીને સંજયની હત્યા કરી હતી. ત્યારબાદ ઓળખ છુપાવવાના ઇરાદે માથું ધડથી અલગ કરી ધડને નજીકના ખ્રિસ્તી કબ્રસ્તાનમાં અને માથું અશ્વનિકુમાર રેલવે ટ્રેક નજીક ફેંકી દેવાયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે તપાસ તેજ કરી છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો:બિહારના બાંકામાં માથા વગરનો મૃતદેહ મળી આવ્યો, પત્ની નીકળી લોહીની તરસી, પોલીસે કર્યો ખુલાસો
આ પણ વાંચો:૩૦૦ લોકોના જીવ બચાવનાર વ્યક્તિ થઈ ગયો પૈસા વગરનો અને મદદ માટે કરે છે અપીલ
આ પણ વાંચો:બાંકામાં એક વ્યક્તિની કરાઇ ક્રૂર રીતે હત્યા
