Bihar News/ ઈશ્વર-અલ્લાહ તેરો નામ…ભજન પર હોબાળો:ગાયિકાને માફી માગવી પડી, ‘પટનામાં ‘મૈં અટલ રહૂંગા’ કાર્યક્રમની ઘટના

સિંગર દેવીને કાર્યક્રમમાં પર્ફોર્મ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

Top Stories India

Bihar News : બિહારના પટનામાં ગુરુવારે અટલજયંતીની ઉજવણીમાં મહાત્મા ગાંધીના ભજન રઘુપતિ રાઘવ રાજા રામ…ને લઈને હોબાળો થયો હતો. ભજન ગાયિકા દેવીને માફી માગવી પડી. જય શ્રીરામના નારા લગાવવા પડ્યા, ત્યાર બાદ જ મામલો શાંત થયો અને કાર્યક્રમ ફરી શરૂ થયો. બીજી તરફ, RJD નેતા લાલુ પ્રસાદ યાદવે આ ઘટના પર વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે નીતિશ કુમારના બીજેપી સાથીઓએ ગાંધીજીનું ભજન ગાયું તો તેમણે હંગામો મચાવ્યો. ઓછી સમજણ ધરાવતા લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા અશ્વિની ચૌબેએ 25 ડિસેમ્બરે પટનાના બાપુ ઓડિટોરિયમમાં ‘મૈં અટલ રહૂંગા’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.સિંગર દેવીને કાર્યક્રમમાં પર્ફોર્મ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન દેવીએ ‘ભારત માતા કી જય’ અને ‘અટલ બિહારી વાજપેયી અમર રહે’ના નારા લગાવ્યા હતા. આ પછી તેણે રઘુપતિ રાઘવ રાજા રામનો ગુંજારવ શરૂ કર્યો. જ્યારે દેવીએ ‘ઈશ્વર-અલ્લાહ તેરો નામ’ ભજનની પંક્તિ ગાયું ત્યારે સભાગૃહમાં હાજર લગભગ 60-70 યુવા કાર્યકરો ગુસ્સે થઈ ગયા. આ પછી બધા પોતપોતાના સ્થાને ઊભા થઈ ગયા અને ‘જય શ્રીરામ’ના નારા લગાવવા લાગ્યા.

એના પર ગાયિકા દેવીએ કહ્યું- ભગવાન આપણા બધાના છે અને તેમનો હેતુ માત્ર રામને યાદ કરવાનો હતો, જોકે એની કોઈ અસર ન થતાં આયોજકોએ દરમિયાનગીરી કરી હતી. જ્યારે આયોજકોની દરમિયાનગીરીથી પણ મામલો પાર ન પડ્યો ત્યારે દેવીએ કહ્યું, ‘ભગવાન આપણા બધાના છે.’ જો તમારા હૃદયને ઠેસ પહોંચી હોય તો હું દિલગીર છું.આ પછી પણ લોકો સંતુષ્ટ ન થયા અને સૂત્રોચ્ચાર કરતા બહાર આવવા લાગ્યા. એના પર દેવીએ ‘જય શ્રીરામ’ના નારા પણ લગાવ્યા. ત્યારે આયોજકોએ મંચ પરથી કહ્યું કે આપણે સૌ ભારત માતાનાં સંતાન છીએ. આ રીતે આપણે પોતાનો પરિચય આપીએ છીએ એવું નથી.

વિરોધ કરનારાઓએ તેમની નાની વિચારસરણી બતાવી વિવાદ બાદ સિંગર દેવીએ ભાસ્કરને કહ્યું- આ વિવાદ અનપેક્ષિત હતો. આ ગાંધીજીનું પ્રિય ભજન છે. સન્માન પછી દરેકને ગીત ગાવાનું કહ્યું. વિવાદ બાદ સ્ટેજ પર હાજર લોકો પણ સમજી શક્યા નહોતા કે શું થઈ રહ્યું છે. બાદમાં ખબર પડી કે તેઓ અલ્લાહના નામ પર ગુસ્સે થઈ ગયા. જ્યારે શહનાબાઝ હુસૈન પણ મંચ પર હાજર હતા. આમાં વિવાદનો કોઈ અર્થ નહોતો.મને લાગ્યું કે મેં જે પણ કહ્યું એનાથી કોઈને ખરાબ તો નથી લાગ્યુંને. એટલા માટે મેં માફી પણ માગી. મને સમજાતું નહોતું કે આ ગીત પર કોઈ વિવાદ થઈ શકે છે. માફી માગવા માટે કોઈ દબાણ નહોતું. આયોજક ભાજપના નેતા અશ્વિની ચૌબે પણ નર્વસ હતા. વિરોધ કરનારાઓએ તેમની નાની વિચારસરણી બતાવી છે.

આ કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ વિજય કુમાર સિન્હા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે, ડૉ. સીપી ઠાકુર, શાહનવાઝ હુસૈન, દરભંગાના સાંસદ ગોપાલજી ઠાકુર, બીજેપી નેતા સંજય પાસવાન વગેરે હાજર રહ્યા હતા.રઘુપતિ રાઘવ રાજા રામ. પતિત પાવન સીતારામ. ઈશ્વર અલ્લાહ તેરો નામ. સબકો સંમતિ દે ભગવાન…આ મહાત્મા ગાંધીનું પ્રિય ભજન હતું. તેઓ અવારનવાર આ ગાતા હતા.કહેવાય છે કે આ ભજન બહુ જૂનું છે. ગાંધીજીએ એના મૂળ સ્વરૂપમાં ફેરફાર કર્યો હતો. એ 17મી સદીમાં કવિ અને સંત સ્વામી રામદાસ દ્વારા લખવામાં આવ્યું હતું. એક સિદ્ધાંત એવો પણ છે કે આ ભજન શ્રી લક્ષ્મણાચાર્ય દ્વારા લખવામાં આવ્યું હતું. એ તેમના ‘શ્રી નમઃ રામાયણમ’ નામના પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે, જે નીચે મુજબ છે.

રઘુપતિ રાઘવ રાજા રામ. પતિત પાવન સીતારામ. સુંદર વિગ્રબ મેઘાશ્યામ. ગંગા તુલસી શાલિગ્રામ. ભદ્રગિરિશ્વર સીતારામ. ભગત-જનપ્રિય સીતારામ. જાનકીરમણા સીતારામ. જય જય રાઘવ સીતારામ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રસ્તાઓ પર સ્ટંટ કરનારાઓ હવે મુશ્કેલીમાં, હત્યાનો કેસ નોંધાશે : પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ

આ પણ વાંચો:પંજાબમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી : અનેક લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા

આ પણ વાંચો:પંજાબના અનેક જિલ્લાઓમાં NIAનો સપાટો, માનસામાં અર્શ દલ્લાના ગોરખધંધાના ઘરે દરોડા