Not Set/ વેડિંગ કાર્ડમાં કરી આવી ભુલો દીપિકા-રણવીર થઇ ગયા ટ્રોલ

મુંબઇ થોડા સમય પહેલા તેમના લગ્નને લઈને હોટ ટોપિક્સ બનેલા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહએ તેમના લગ્નની તારીખોની જાહેરાત કરી છે. જો કે આ જાહેરાત પછી બંને લગ્ન કાર્ડને લઇને તેઓ ટ્રોલ થઇ રહ્યાં છે. હકીકતમાં, દીપિકા અને રણવીરએ તેમના લગ્ન કાર્ડ હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં શેર કર્યા હતા. પરંતુ હિન્દી કાર્ડમાં કેટલીક ભૂલો હતી. […]

Trending Entertainment
mamah વેડિંગ કાર્ડમાં કરી આવી ભુલો દીપિકા-રણવીર થઇ ગયા ટ્રોલ

મુંબઇ

થોડા સમય પહેલા તેમના લગ્નને લઈને હોટ ટોપિક્સ બનેલા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહએ તેમના લગ્નની તારીખોની જાહેરાત કરી છે. જો કે આ જાહેરાત પછી બંને લગ્ન કાર્ડને લઇને તેઓ ટ્રોલ થઇ રહ્યાં છે. હકીકતમાં, દીપિકા અને રણવીરએ તેમના લગ્ન કાર્ડ હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં શેર કર્યા હતા. પરંતુ હિન્દી કાર્ડમાં કેટલીક ભૂલો હતી. હિન્દી કાર્ડમાં દીપિકાનું નામ ખોટું લખ્યું હતું.

દીપિકાએ તેના નામમાં જોડણીની ભુલ કરીને દીપીકા લખ્યું છે.એ સિવાય કાર્ડમાં લખ્યું છે કે હમે આપકો યહ બતાતે હુએ બેહદ ખુશી હો રહી હૈ કી હમારે પરિવાર કે આશીર્વાદ સે હમારી શાદી 14 ઓર 15 નવેમ્બર કો તય હુઇ હૈ..

એ પછી કાર્ડમાં સાલો અને સાલી લખવામાં પણ ભુલ થઇ છે.

જેના પછી ચાહકોએ બંને પર પ્રશ્નો ઉભા કરવાનું શરૂ કર્યું, અને કેટલાક લોકોએ બંનેની મજાક ઉડાવી.

સોશ્યલ મીડિયા, દીપિકા-રણવીરના વેડિંગ કાર્ડ પર મજાક…

યુઝર્સએ કહ્યું બે દિવસ સુધી ક્યાં લગ્ન હોય છે યાર…

deepika funny

https://twitter.com/NiteshTeotia1/status/1053976208097112064

https://twitter.com/deepikapadukone/status/1053956519010725888

સોશિય મીડિયા પર રણવીર અને દીપિકાને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. કાર્ડને લઈને લોકો અલગ અલગ રીતે સવાલ કરી રહ્યા છે. જેમાંથી એક યુઝરે ટ્વીટ કરતા પુછ્યું છે કે…

એક યુઝરે પૂછ્યું છે : લગ્નના કાર્ડ પર કોણ પોતાનું નામ ખોટુ લખે છે?

એક અન્ય યુઝરે પૂછ્યું છે: બે દિવસ સુધી ક્યાં લગ્ન હોય છે યાર..

તો બીજા યુઝરે લખ્યું કે  એવું ક્યારે નથી સાંભળ્યું કે કોઈ પોતાના એક જ પાર્ટનર સાથે બે અલગ અલગ ડેટ્સ પર લગ્ન કરે છે. ત્યારે શું થશે…. જયારે એક ડેટ પર લગ્ન કર્યા પછી બીજી ડેટ પર કોઈનું માઈન્ડ બદલાય જાય? આવા રિલેશનને લિગલી શું કહેવામાં આવશે.

કાર્ડમાં નથી વેન્યુનો ઉલ્લેખ…

દીપિકા-રણવીરે એક સાથે વેડિંગ કાર્ડનો ફોટો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યા છે. આ કાર્ડ લખ્યું છે, “અમે તમને કહીને ખૂબ જ ખુશ છીએ”, “અમારા લગ્નનો નિર્ણય 14 અને 15 નવેમ્બર 2018 ના રોજ અમારા પરિવારના આશીર્વાદો દ્વારા કરવામાં આવે છે.” તે આગળ લખે છે, ‘તમે અમને ઘણા વર્ષોથી આપેલા પ્રેમ અને સ્નેહ માટે આભાર વ્યક્ત કરીએ છીએ અને અમે અમારા પ્રારંભિક પ્રેમ, મિત્રતા અને વિશ્વાસની આ સુંદર મુસાફરી માટે તમારા આશીર્વાદની ઇચ્છા રાખીએ છીએ. ખુબ જ પ્રેમ “દીપિકા” અને રણવીર.