કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ત્રિકુટા ટેકરી પર માતા વૈષ્ણો દેવીના મંદિરની મુલાકાત લેશે અને પ્રાર્થના કરશે. રાહુલ ગાંધીનો પગપાળા મંદિરનો પ્રવાસ ચાલુ છે. કોંગ્રેસના નેતાઓ લગભગ એક વાગ્યે જમ્મુ પહોંચ્યા, જ્યાં પક્ષના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. આ પછી રાહુલ કટરા પહોંચ્યા હતા. અને મંદિર માટે રવાના થયા હતા. તેમને કહ્યું કે હું અહીં માતાની પૂજા કરવા આવ્યો છું. હું અહીં રાજકીય ટિપ્પણી કરીશ નહીં.
કોંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધીનો વીડિયો ટ્વિટ કર્યો અને લખ્યું, “રાહુલ ગાંધી માતા વૈષ્ણો દેવીના દરબારમાં દેશની સમૃદ્ધિ અને પ્રગતિની કામના કરશે.” કોંગ્રેસના નેતા રસ્તામાં સામાન્ય લોકોને મળતા પણ જોવા મળ્યા હતા.
કોંગ્રેસે કહ્યું કે, “માતા વૈષ્ણો દેવીના ભક્તો સાથે તેઓ માતાના દરબાર તરફ કૂચ કરી રહ્યા છે. માતા વૈષ્ણો દેવીના આશીર્વાદ દેશવાસીઓ સાથે રહે.
જમ્મુ -કાશ્મીર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલામ અહમદ મીરે કહ્યું કે, પ્રવાસના પહેલા દિવસે કોઈ રાજકીય કાર્યક્રમ પ્રસ્તાવિત નથી. મીરે કહ્યું કે શુક્રવારે સવારે 11 થી બપોરે 12.30 સુધી રાહુલ ગાંધી જમ્મુના ત્રિકુટા નગરના જેકે રિસોર્ટ્સમાં પાર્ટી કાર્યકરોને મળશે. ભોજન દરમિયાન પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મળ્યા બાદ તેઓ બપોરે 3.30 વાગ્યે દિલ્હી પાછા જશે.
ઇન્દિરા ગાંધીએ પણ લીધી હતી મુલાકાત
ગાંધી પરિવારના કોઈ સભ્યએ જમ્મુના વૈષ્ણો દેવી મંદિરની મુલાકાત લીધી હોય તેવું પ્રથમ વખત નથી. રાહુલ ગાંધીના દાદી અને દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પણ અહીં દર્શેન માટે આવ્યા હતા. વૈષ્ણો દેવી મંદિરની ગુફામાં ઇન્દિરા ગાંધીની તસવીર ઘણીવાર ચર્ચાનો વિષય રહે છે. સોશિયલ મીડિયાથી લઈને અખબારો સુધી ઈન્દિરા ગાંધીના વૈષ્ણો દેવી મંદિરની ગુફાની તસવીર અસ્તિત્વ ધરાવે છે. આ તસવીર 1970 ની છે, જ્યારે ઇન્દિરા ગાંધીએ વૈષ્ણો દેવી મંદિરમાં શીશ નમાવ્યું હતું. ઇન્દિરા ગાંધી તે સમયે દેશના વડાપ્રધાન હતા.
દર્શન કે પછી પબ્લીસીટી સ્ટન્ટ
તમને જણાવી દઈએ કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની મંદિરોની મુલાકાત હમેશાં ચર્ચાનો વિષય રહી છે. ગુજરાત ચુંટણી દરમિયાન રાહુલ ગાંધીએ વિવિધ મંદિરોની મુલાકાત લેવાનું શરુ કર્યું હતું. અને ઘટના ચક્ર આજે પણ યથાવત છે. ગુજરાતનું સોમનાથ મંદિર હોય કે પછી ઘણા જુદા જુદા મંદિરો હોય પછી ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ તેમની મુલાકાત લીધી હતી. તાજેતરમાં જ જમ્મુ -કાશ્મીરની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ ખીર ભવાની મંદિર અને હઝરત બાલ દરગાહની મુલાકાત લીધી. ત્યારબાદ તેમણે જમ્મુ -કાશ્મીર કોંગ્રેસના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું અને સભાને સંબોધી.
રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ તેમના રાજકીય પ્રવાસ દરમિયાન મંદિરમાં માથું નમાવતા જોવા મળ્યા છે. આસામ ચૂંટણી દરમિયાન કામાખ્યા દેવી મંદિર હોય કે કાશી વિશ્વનાથ મંદિર અથવા વારાણસીમાં વિંધ્યાવાસિની દેવી મંદિર, ઉત્તર પ્રદેશની મુલાકાત દરમિયાન પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ સ્થળોએ માથું નમાવ્યું હતું.
રાહુલ ગાંધી પૂજા કરશે અને આરતીમાં ભાગ લેશે
જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલામ અહેમદ મીરે કહ્યું કે ઘણા નેતાઓ પવિત્ર તીર્થસ્થાનમાં જાય છે, પરંતુ તેઓ હેલિકોપ્ટર અને ઘોડાઓનો ઉપયોગ કરે છે. જયારે રાહુલ ગાંધી કટરાથી મંદિર સુધી પગપાળા યાત્રા કરશે. અને પૂજા કરશે અને આરતીમાં ભાગ લેશે. બીજા દિવસે તે ફરી પગપાળા ઉતરશે.
રાહુલ ગાંધી લદ્દાખની મુલાકાત લઇ શકે છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે જમ્મુના આ ટૂંકા પ્રવાસ બાદ રાહુલ ગાંધી લદ્દાખ જવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે વિસ્તારોમાં પરિસ્થિતિ સુધર્યા બાદ રાહુલ ગાંધી તમામ જિલ્લાઓની મુલાકાત લેવાની તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન તે લોકો સાથે વાતચીત કરશે અને તેમની સમસ્યાઓ સામે લાવશે.
કલમ 370 હટાવ્યા બાદ રાહુલ બીજીવાર જમ્મુ -કાશ્મીર મુલાકાતે આવ્યા છે
કલમ 370 હટાવ્યા બાદ રાહુલ ગાંધીની આ બીજી જમ્મુ -કાશ્મીર મુલાકાત છે. અગાઉ, તેમણે 9 ઓગસ્ટે કેન્દ્ર શાસિત પ્રદેશની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે શ્રીનગરમાં નવા પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું.
કપડા પણ રહ્યા ચર્ચાનો વિષય
રાહુલ ગાંધીની માતા વૈષ્ણોદેવીની યાત્રા દરમિયાન તેમના કપડા પણ ચર્ચાઓનો વિષય રહ્યા છે. કોંગ્રેસ દ્વારા ટ્વીટ કરવામાં આવેલા વિવિધ વિડીયોમાં રાહુલ ગાંધી વિવિધ રંગના શર્ટ અને ટી શર્ટ પહેરલા જોવા મળ્યા છે. જેમાં શરૂઆતમાં તેઓ સફેદ રંગના શર્ટમાં જોવા મળ્યા છે તો ત્યાર બાદ કાળા રંગના શર્ટ ટીમ અને અંતમાં ટ્વીટ કરલા વિદીયોલા તેઓ લાલ રંગની ટીશર્ટ માં જોવા મળ્યા છે.
વિકાસ / UDAN સ્કીમ હેઠળ ગુજરાતના વધુ એક એરપોર્ટનો સમાવેશ, હવે અહીંથી શરૂ થશે ફ્લાઇટ
હવામાન / દેડિયાપાડામાં 9 ઇંચ અને સાગબારામાં 5.5 ઇંચ વરસાદ, સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો